Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

મોદીજી મહાન અને શાનદાર નેતા છે

૨૪ કલાકમાં જ ટ્રમ્પના સૂર બદલાયાઃ ધમકી આપ્યા બાદ ભારતની કરી પ્રશંસા

નવી દિલ્હી,તા.૮: કોરોના વાયરસના સંકટ સામે ઝઝુમી રહેલા અમેરિકાએ ભારત પાસે મદદ માંગી હતી. ડોનાલ્ડ ટ્રમ્પે ધમકી ભર્યા અંદાજમાં કહ્યું હતું કે, જો ભારત આ દવા અમને નહીં આપે તો આકરી કાર્યવાહી કરવામાં આવશે. જોકે ભારતે પણ આકરૂ વલણ દાખવતા ૨૪ જ કલાકમાં ટ્રમ્પ ઢીલા પડી ગયા છે અને તેમના સૂર પણ બદલાયા છે. હાઈડ્રોકસીકલોરોકવીન દવાને લઈને ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ બાબતે અમારી મદદ કરી. મોદી ખરેખર શાનદાર છે, તેઓ મહાન છે.

(3:45 pm IST)