Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

ગુજરાતમાં કોરોના કેસોની સંખ્યા ૧૮૮ : વધુ બે લોકોના મોત થયા

અમદાવાદમાં કોરોનાના વધુ બે કેસો સપાટી પર : સંખ્યા ૮૫ : રાજ્યમાં કોરોનાને કાબૂમાં લેવાના બનતા તમામ પ્રયાસો યુદ્ધના ધોરણે જારી રહ્યા : ગુજરાતમાં નવા કેસો પૈકી લોકલ ટ્રાન્સમિશનના કેસ એકાએક વધ્યા

અમદાવાદ,તા. ૮  : ગુજરાતમાં કોરોના વાયરસના કેસોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ કેસો વધ્યા છે પરંતુ અન્ય રાજ્યોની સરખામણીમાં અસરકારક પગલાના પરિણામ સ્વરુપે સ્થિતિ અપેક્ષા કરતા ખુબ સારી રહેલી છે. આજે ગુજરાતમાં ૧૩ નવા કેસ સાથે ગુજરાતમાં કેસોની સંખ્યા વધીને ૧૮૮ ઉપર પહોંચી હતી. અમદાવાદમાં બે નવા કેસ સપાટી ઉપર આવ્યા છે. આની સાથે જ અમદાવાદમાં કુલ કેસોની સંખ્યા ૮૫ થઇ છે. સાત લોકોને અમદાવાદમાં રજા આપી દેવામાં આવી છે. અમદાવાદ બાદ સુરતમાં સૌથી વધુ ૨૪ કેસ નોંધાયા છે. રાજ્યમાં લોકલ ટ્રાન્સમીશનના કારણે હવે કોરોના વાયરસનો ચેપ ગંભીર અને ખતરનાક રીતે ફેલાઇ રહ્યો છે. અત્યારસુધીમાં ૧૭ જિલ્લાઓમાં કોરોના સંક્રમણના કેસનો નોંધાયા છે. રાજ્યમાં લોકલ ટ્રાન્સમિશનના ૧૧૫ કેસ નોંધાયા છે.  તેમણે વધુમાં જણાવ્યું કે, હવે જે વિસ્તારોમાંથી પોઝિટિવ કેસ દર્દી મળતા એ વિસ્તારને કન્ટેન્ટમેન્ટ ઝોન અને બફર ઝોન જાહેર કરીને તેમાં કેન્દ્ર સરકારની માર્ગદર્શીકા અનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવશે.  કુલ ૧૮૮ પોઝિટિવ કેસમાંથી ૧૧૫ લોકલ ટ્રાન્સમિશન, ૩૩ વિદેશ અને ૩૨ આંતરરાજ્ય ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા દર્દીઓ છે. આજના નવા કેસમાં ભાવનગરમાં બે, વડોદરા અને સુરતમાં એક-એક લોકલ ટ્રાન્સમિશનના પોઝિટિવ કેસ નોંધાયા છે.

             અત્યારસુધીમાં કુલ ૧૮૮ પોઝિટિવ દર્દીઓમાંથી ૧૩૬ સ્ટેબલ છે જ્યારે ૨ દર્દી વેન્ટિલેટર પર છે. ૨૫ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જ્યારે ૧૬ દર્દીઓના મોત નીપજ્યાં છે. રાજ્યમાં કુલ ૧૨૨૯૯ લોકોને ક્વોરન્ટીન કરાયા છે. જેમાંથી ૧૧૧૭૩ હોમ ક્વોરન્ટીન, ૯૫૨ સરકારી અને ૧૭૪ ખાનગી ફેસલિટીમાં ક્વોરન્ટીન છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં કોરોનાના કેસોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં સૌથી પ્રભાવિત વિસ્તાર અમદાવાદ છે. આ ઉપરાંત સુરતમાં પણ કેસોની સંખ્યામાં ઝડપી વધારો થતાં સંખ્યા વધીને ૨૩ ઉપર પહોંચી છે. ગુજરાતની કંપનીઓ કેડિલા હેલ્થકેર, મંગલમ ડ્રગ્સ અને વાઇટલ લેબોરેટરી એક મહિનામાં ૨૫ ટન દવાઓનો જથ્થો બનાવવા માટે તૈયાર છે.

          ડ્રોનમાં સ્પીકર લગાવીને લોકોને સંદેશો આપવા માટે નવો પ્રયોગ કરવામાં આવ્યો છે. કોરોના-૧૯ની કામગીરી સંભળતા રાજ્ય સરકારના કોઇપણ કર્મચારીનું કોરોના ચેપના લીધે મૃત્યુ થશે તો કર્મચારીના પરિવારને ૨૫ લાખ રૂપિયાની સહાયતા કરવામાં આવશે. કોરોના અને લોકડાઉનની સ્થિતિમાં ગુજરાતમાં હજુ સુધી ૪૦ લાખ કરતા વધુ ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાનનિધિ યોજના હેઠળ દરેક ખેડૂતના ખાતામાં જંગી રકમ જમા કરવામાં આવી છે. અમદાવાદ, ભાવનગર, વડોદરા અને સુરતના કેટલાક ક્ષેત્રોમાં કોરોનાના કેસો વધતાં ગુજરાત સરકારે આજે નિર્ણય લીધો હતો કે, આ ચાર શહેરોના ૧૫ ક્ષેત્રોમાં કોરોનાને રોકવા માટે સામૂહિક અટકાયત રણનીતિ હેઠળ ખાસ કાર્યયોજના બનાવીને ઉપાય કરવામાં આવી રહ્યા છે. આ કાર્યયોજના હેઠળ આ ક્ષેત્રોમાં પૂર્ણરીતે લોકડાઉન કરવામાં આવી શકે છે. કુલ ૧૫ ક્ષેત્રોમાં અમદાવાદના આઠ, સુરતના ત્રણ, ક્ષેત્ર છે.

કોરોના સામે ગુજરાતનો જંગ

૧૫૨૯૪ બેડની વ્યવસ્થા કરાઈ છે : રિપોર્ટ

અમદાવાદ, તા.૮ : ગુજરાતમાં કોરોના વાયરસના કેસોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ કેસો વધ્યા છે પરંતુ અન્ય રાજ્યોની સરખામણીમાં અસરકારક પગલાના પરિણામ સ્વરુપે સ્થિતિ અપેક્ષા કરતા ખુબ સારી રહેલી છે. આજે ગુજરાતમાં ૧૩ નવા કેસ સાથે ગુજરાતમાં કેસોની સંખ્યા વધીને ૧૮૮ ઉપર પહોંચી હતી. અમદાવાદમાં બે નવા કેસ સપાટી ઉપર આવ્યા છે. આની સાથે જ અમદાવાદમાં કુલ કેસોની સંખ્યા ૮૫ થઇ છે. સાત લોકોને અમદાવાદમાં રજા આપી દેવામાં આવી છે. અમદાવાદ બાદ સુરતમાં સૌથી વધુ ૨૪ કેસ નોંધાયા છે. ગુજરાતની કોરોના સામેની લડાઈ નીચે મુજબ છે.

ગુજરાતમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા.................................................. ૧૮૮

ગુજરાતમાં કોરોનાના નવા કેસ.................................................................. ૧૩

અમદાવાદમાં કોરોનાના કેસ...................................................................... ૦૨

છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતમાં મોત.......................................................... ૦૨

નવા નોંધાયેલા કેસો પૈકી તમામ લોકલ ટ્રાન્સમિશનના કેસ.................... તમામ

વેન્ટીલેટર પર રહેલા દર્દી......................................................................... ૦૨

સ્થિર રહેલા દર્દીઓ................................................................................ ૧૩૬

ગુજરાતમાં સ્વસ્થ થયા બાદ ડિસ્ચાર્જ......................................................... ૨૫

ગુજરાતમાં કોરોનાથી કુલ મોત.................................................................. ૧૬

ક્વોરનટાઈન ફેસિલિટી................................................................ ૧૫૨૮૪ બેડ

હોમ ક્વોરનટાઈન હેઠળ લોકો............................................................ ૧૧૧૭૩

સરકારી ફેસિલીટીમાં ક્વોરનટાઈન........................................................... ૯૫૨

ખાનગી હોસ્પિટલમાં ક્વોરનટાઈન........................................................... ૧૭૪

કુલ ક્વોરનટાઈન સંખ્યા .................................................................. ૧૨૨૯૯

૨૪ કલાકમાં ટેસ્ટ................................................................................... ૯૩૨

૨૪ કલાકમાં પોઝિટિવ.............................................................................. ૧૩

૨૪ કલાકમાં નેગેટિવ............................................................................. ૬૮૭

ટેસ્ટના પેન્ડિંગ રિપોર્ટ............................................................................. ૨૩૧

એન-૯૫ માસ્કનો જથ્થો ઉપલબ્ધ.................................................. ૯.૭૫ લાખ

પીપીઇ કિટનો જથ્થો ઉપલબ્ધ....................................................... ૩.૫૮ લાખ

ત્રિપલ લેયર માસ્કનો જથ્થો ઉપલબ્ધ........................................... ૧.૨૩ કરોડ

સરકારી હોસ્પિટલમાં વેન્ટીલેટર............................................................ ૧૦૬૧

ખાનગી સંસ્થાઓમાં વેન્ટીલેટર.............................................................. ૧૭૦૦

વેન્ટીલેટર ખરીદીના આદેશો................................................................... ૧૫૦

 

ગુજરાતમાં કોરોના કેસો

અમદાવાદ, તા.૮ : અમદાવાદમાં કેસોની સંખ્યામાં વધારો થયો છે. સાથે સાથે રાજ્યમાં કુલ કેસોની સંખ્યા વધીને ૧૮૮ થઇ છે. ગુજરાતમાં કોરોનાના ક્યા કેટલા કેસ છે તે નીચે મુજબ છે.

શહેર............................................................... કેસ

અમદાવાદ...................................................... ૮૫

વડોદરા.......................................................... ૧૮

સુરત.............................................................. ૨૩

રાજકોટ........................................................... ૧૧

ગાંધીનગર...................................................... ૧૩

કચ્છ............................................................... ૦૨

ભાવનગર....................................................... ૧૮

મહેસાણા......................................................... ૦૨

ગીરસોમનાથ................................................... ૦૨

પોરબંદરમાં ................................................... ૦૩

પંચમહાલ....................................................... ૦૧

પાટણ............................................................. ૦૫

છોટાઉદેપુર..................................................... ૦૧

મોરબી............................................................ ૦૧

જામનગર........................................................ ૦૧

હિંમતનગર..................................................... ૦૧

આણંદ............................................................ ૦૧

ગુજરાતમાં કુલ કેસ....................................... ૧૮૮

 

કોરોનાની સાથે સાથે....

*   રાજ્યના ૬૦ લાખથી વધુ મધ્ય વર્ગના પરિવારોને વિના મુલ્યે અનાજ મળશે

*   રાજ્યમંત્રીમંડળની બેઠકમાં ૬૦ લાખ એપીએલ કાર્ડ ધારકોને કુટુંબદીઠ ૧૦ કિલો ઘઉં, ત્રણ કિલો ચોખા, એક કિલો દાળ અને એક કિલો ખાંડ વિના મુલ્યે આપવાનો નિર્ણય

*   ગરીબ પરિવારોને પહેલા મફત અનાજ આપવાનો નિર્ણય કરાયો

*   રાજ્યમાં લોકડાઉનનો કઠોર અમલીકરણ માટે પણ તૈયારી

*   રાજ્યના ૨૬ જિલ્લાઓમાં ૧૩૧ ખાનગી હોસ્પિટલો કોરોના માટે કાર્યરત

*   સમગ્ર રાજ્યમાં ૯૪૬૪ બેડની ક્ષમતા સાથે સુવિધાઓ સાથે હોસ્પિટલો સજ્જ થઇ

*   ગુજરાતમાં કુલ કેસોની સંખ્યા વધીને ૧૮૮ થઇ

*   અમદાવાદમાં કોરોનાના નવા કેસ સાથે સંખ્યા વધીને ૮૫ થઇ

*   અમદાવાદમાં દાણીલીમડા, જમાલપુર, કાળુપુર, બોડકદેવ હોટસ્પોટ દેખાયા

*   અમદાવાદ કોર્પોરેશનમાં ૩૨ વિસ્તાર ક્લસ્ટર

*   અમદાવાદમાં ૨૫ ડ્રોનનો ઉપયોગ કરી સ્થિતિ પર નજર

*   અમદાવાદમાં ૨૫ ડ્રોન દ્વારા અનેક લોકોની અટકાયત કરાઈ

*   વોટ્સએપ પર ખોટા મેસેજ કરનારાઓની સામે લાલઆંખ

*   અમદાવાદ કોર્પોરેશનમાં ૧૬ ટીમો દ્વારા કામગીરી હાથ ધરાઈ

*   અમદાવાદ ૨૪૬૭૪ વસ્તી ક્લસ્ટર તરીકે

*       મા અમૃતમ કાર્ડ ધારકોને કોરોનાની સારવારનો લાભ મળશે

(8:42 pm IST)