Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

ભારતે મોકલેલી એન્ટી મેલેરિયા દવાએ અમેરિકાની સાંસદ મહિલાની જાન બચાવી

વોશિંગટન : પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને કોરોના વાઇરસથી બચવા એન્ટી મેલેરિયા દવા કારગત નીવડતી હોવાનું બોલતા સાંભળી અમેરિકાના મિચીગનની ડેમોક્રેટ  સાંસદ મહિલા આફ્રિકન અમેરિકન કારેન વીતસેટે તે દવા લીધી હતી.જે ભારતથી આયાત કરાઈ હતી.તેનાથી તેમની તથા તેમના પતિની સુરક્ષા થઇ શકી હતી.તેથી તેમણે યોગ્ય સલાહ આપવા બદલ પ્રેસિડન્ટ ટ્રમ્પનો આભાર માન્યો હતો અને ટ્રમ્પએ આ દવાની નિકાસને મંજૂરી આપવા બદલ ભારતના વડાપ્રધાન શ્રી મોદીનો આભાર માન્યો હતો.

(2:04 pm IST)