Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

કોરોના -લૉકડાઉનને લઇને વડાપ્રધાન મોદીની સર્વપક્ષીય બેઠક:વિપક્ષે કરી ફ્રી ટેસ્ટ સહિત માંગ

લોકડાઉનનો સમયગાળો,મેડિકલ ઇકવીપમેન્ટ, આર્થિક મદદ સહિતના મુદ્દા ઉઠ્યા

નવી દિલ્હી : કોરોના વાયરસ અને લૉકડાઉનને લઇને પીએમ મોદી આજે રાજકીય પાર્ટીઓના ફ્લોર લીડર્સ સાથે વાતચીત કરી છે. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પીએમ મોદી આજે બીજેપી, કોંગ્રેસ, ડીએમકે, એઆઇએડીએમકે, ડીઆરએસ, સીપીઆઇએમ, ટીએમસી, શિવસેના, એનસીપી, અકાલી દલ, એલજેપી, જેડીયૂ, એસપી, બીએસપી, વાઇએસઆર કોંગ્રેસ અને બીજેડીના ફ્લોર લીડર્સ સાથે કોરોના વાયરસ સંકટ અને લૉકડાઉન પર વાતચીત કરી રહ્યા છે.

આ વાતચીત દરમિયાન પીએમ મોદી સાથે ટીએમસી તરફથી ટીઆર બાલૂ, એઆઇએડીએમકેની તરફથી નવનીત કૃષ્ણનન, કોંગ્રેસ તરફથી ગુલામ નબી આઝાદ અને અધીર રંજન ચૌધરી, ટીઆરએસના  નમ્મા નાગેશ્વર રાવ અને કે કેશવા રાવ, સીપીઆઇએમ તરફથી ઇ કરીમ, ટીએમસી તરફથી સુદીપ બંદોપાધ્યાય, શિવસેનાના વિનય રાઉત અને સંજય રાઉત, એનસીપીના શરદ પવાર ચર્ચા કરી રહ્યા છે.

ભાજપ તરફથી કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ, થાવરચંદ ગહલોત, અમિત શાહ, પ્રહ્લાદ જોશી, અર્જુનરામ મેઘવાલ, વી. મુરલીધરન, નરેન્દ્ર તોમર અને નિર્મલા સીતારમણ હાજર રહ્યા. આ ઉપરાંત અકાલી દળ પાર્ટી તરફથી સુખબીર બાદલ, એલજેપી તરફથી ચિરાગ પાસવાન અને જેડીયૂના આરસીપી સિંહ, એસપી પાર્ટી તરફથી રામ ગોપાલ યાદવ, બીએસપી તરફથી દાનિશ અલી અને સતીશ મિશ્રા, વાઇએસઆર કોંગ્રેસ તરફથી વિજયસાઇ રેડ્ડી અને મિથુન રેડ્ડી, બીજેડી તરફથી પિનાકી મિશ્રા અને પ્રસન્ના આચાર્યે પોતાનો પક્ષ મુકી શકે છે.

આ વાતચીતમાં રાજકીય પાર્ટીઓએ લૉકડાઉન આગળ વધારવા, સાંસદ નિધિને સ્થગિત કરવા અને મેડિકલ ઇક્વિપમેન્ટ માટે રાજ્ય સરકારોને તાત્કાલિક આર્થિક મદદ કરવાનો મુદ્દો ઉઠાવામાં આવી શકે છે. જ્યારે લૉકડાઉન દરમિયાન ખાવા-પીવાના સામાનની પૂરવઠો કેવી રીતે જાળવી રાખવો તથા નાના વેપારીઓ, છૂટક મજૂરી કામ કરતા અને પલાયન કરનાનો મુદ્દા પર ચર્ચા થઇ શકે છે.

દેશમાં કોરોના વાયરસના સંક્રમણના કેસ સતત વધી રહ્યા છે. દેશમાં આજે કોરોના વાયરસના કેસનો આંકડો વધીને 5194 પર પહોંચ્યો છે. જ્યારે 149 લોકોના મોત થઇ ચૂક્યા છે અને 402 લોકો કોરોના વાયરસની બીમારીથી સ્વસ્થ થઇ ચૂક્યા છે.

(12:57 pm IST)