Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

બોરીસ જોનસનને હવે જરૂર પડશે તો વેન્ટીલેટર ઉપર લેવાશે

લંડનઃ બ્રિટનમાં ૫૧ હજારથી વધુ લોકોને કોરોના સંક્રમણ છે. વડાપ્રધાન બોરીસ જોનસન એવા પહેલા રાષ્ટ્રધ્યક્ષ છે, જે મહામારીના કારણે કામ નથી કરી શકતા. લંડનની સેંટ થોમસ હોસ્પીટલમાં દાખલ જોનસનને શ્વાસ લેવામાં તકલીફ વધતા આઈસીયુમાં શીફટ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ વિદેશ મંત્રી ડોમિનિક રાબએ વડાપ્રધાનનું કામ સંભાળ્યુ હતું.

જોનસને ૨૭ માર્ચે ટ્વીટ કરી કોરોના પોઝીટીવ હોવા અંગે માહિતી આપેલ. તબીયત બગડતા તેમને રવિવારે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આઈસીયુમાં શિફટ કરાયાની માહિતી મહારાણીને આપવામાં આવી છે. આઈસીયુમાં દાખલ કરતા પહેલા તેમને ઓકસીજન લગાડાયુ હતુ. ડોકટરો એ જણાવેલ કે જરૂર પડયે વેન્ટીલેટર ઉપર પણ જોનસનને મુકવામાં આવી શકે છે.

અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ સિવાય ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમૈનુએલ મેક્રો, કેનેડાના વડાપ્રધાન ટ્રુડો, માલદીવના વિદેશ મંત્રી શાહિદ સહીત દુનિયાના ઘણા નેતાઓએ જોનસનને જલ્દી સાજા થવા કામના કરી તેમના માટે સંદેશ પણ મોકલ્યા છે.

(12:47 pm IST)