Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

લૉકડાઉનમા ગ્રુપ વીડિયો કૉલની મજા થશે ડબલ: વૉટ્સએપ લાવ્યું જબરદસ્ત અપડેટ

યુઝર સિલેક્ટ કરીને 4 અથવા તેથી ઓછા લોકોને એડ કરી શકાશે.

નવી દિલ્હી : વોટ્સએપ દ્વારા ફોરવર્ડ મેસેજની લિમિટ નક્કી કરવામાં આવ્યા બાદ હવે ગ્રુપ વીડિયો કૉલિંગ માં પણ મોટો ફેરફાર કરવાનું એલાન કર્યુ છે.વોટ્સએપએ મંગળવારે મોડી રાતે ટ્વીટ કરીને જણાવ્યું કે વોટ્સએપ ગ્રુપ કૉલને પહેલા કરતાં સરળ બનાવી દેવામાં આવ્યું છે. પહેલાં જ્યાં ગ્રુપ વીડિયો કૉલ માટે એક-એક કરીને કોન્ટેક્ટ્સ એડ કરવા પડતા હતાં, ત્યા હવે આવુ કરવાની જરૂર નહી પડે.

 વોટ્સએપએ જણાવ્યું કે હવે ગ્રુપમાં જ વીડિયો કૉલિંગનો ઓપ્શન મળશે, જેને યુઝર સિલેક્ટ કરીને 4 અથવા તેથી ઓછા લોકોને એડ કરી શકાશે.

  જેમ કે જો તમે કોઇ XYZ ગ્રુપમાં જોડાયા છે અને તેમાં 8 લોકો છે. તો તેમાંથી કોઇ 4 અથવા તેથી ઓછા લોકો સાથે વાત કરવા માટે તમારે પહેલા કોઇ એકને જ વીડિયો કૉલ કરવાનો છે. અને તે પછી એક એક કરીને બાકીના કોન્ટેક્ટ એડ કર્યા બાદ વીડિયો કૉલિંગ પર વાત શરૂ થાય છે. પરંતપ હવે તેને સરળ બનાવવા માટે વોટ્સએપએ નવુ અપડેટ વર્ઝન 2.20.208 લૉન્ચ કર્યુ છે, જે બાદ તમને XYZ ગ્રુપમાં જ રાઇટ સાઇડ તરફ જ વીડિયો કૉલિંગનુ ઓપ્શન મળી જશે. અહીં ટેપ કરીને તમારે ગ્રુપના જે ચાર લોકોને એડ કરવા છે, તેને એડ કરી લો, તે બાદ ગ્રુપ વીડિયો કૉલ એક સાથે શરૂ થસે.

(12:40 pm IST)