Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

SBIએ આપ્યો મોટો ઝટકો, સેવિંગ એકાઉન્ટ પર વ્યાજ દર ઘટાડ્યું, પરંતુ હોમ લોન EMIમાં આપી આ રાહત

નવી દિલ્હી,તા.૮:કોરોના વાયરસના કહેર વચ્ચે દેશની સૌથી મોટી સરકારી બેંક ભારતીય સ્ટેટ બેંકએ મંગળવારે ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. બેંકે તમામ બચત ખાતા પર વ્યાજ દરને ૩ ટકાથી ઘટાડી ૨.૭૫ ટકા વાર્ષિક કરવાની જાહેરાત કરી છે. નવા વ્યાજ દર ૧૫ એપ્રિલથી લાગુ થશે. પરંતુ બેંકે એમસીએલઆરમાં ૦.૩૫ ટકા ઘટાડો કરવાની જાહેરાત કરી છે. તેનાથી હોમ લોનના ઈએમઆઇમાં થોડી રાહત મળશે.

બેંકના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, બેંકો પાસે પર્યાપ્ત રોડક હોવાના કારણે તેમણે બચત જમા વ્યાજ દરમાં ૦.૨૫ ટકાનો ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે. આ સાથે જ બેંકે ૧૦ એપ્રિલથી, તમામ ટર્મ લોન્સ પર માર્જિનલ કોસ્ટ બેઝડ લોન ઇન્ટરેસ્ટ રેટ (એમસીએલઆર) માં ૦.૩૫ ટકા ઘટાડો કરવાની જાહેરાત કરી છે. નિવેદન અનુસાર એમસીએલઆરમાં ઘટાડા બાદ એક વર્ષના ટર્મ લોન પરનો વ્યાજ દર વાર્ષિક ૭.૭૫ ટકાથી ઘટાડીને ૭.૪૦ ટકા કરવામાં આવશે.

બેંક દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 'એમસીએલઆરનો નવો દર ૭.૭૫ ટકા થી ઘટાડીને ૭.૪૦ ટકા કરવામાં આવ્યો છે. આ ઘટાડો ૨૦ એપ્રિલથી લાગુ થશે.' નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦માં એમસીએલઆરમાં આ સતત ૧૧જ્રાક વખત ઘટાડો છે. મોટાભાગની રિટેલ લોન માટે, એક વર્ષના સમયગાળા માટેના લોન પરના દરને ધોરણ તરીકે માનવામાં આવે છે.

એસબીઆઈએ માર્જિનલ કોસ્ટ બેઝડ લોન ઇન્ટરેસ્ટ રેટ (એમસીએલઆર) માં ૦.૩૫ ટકા ઘટાડાની જાહેરાત કરી છે. જેનાથી તમારી હોમ લોનની EMI ઘટશે. બેંકે કહ્યું કે આ સાથે, ૩૦ વર્ષના સમયગાળાની હોમ લોનની માસિક હપ્તામાં ૧ લાખ રૂપિયાની લોન દીઠ ૨૪ રૂપિયા ઘટાડવામાં આવશે.

(11:41 am IST)