Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

ચીને એક મહિના સુધી ન માન્યું કે કોરોના માણસથી માણસમાં ફેલાય છે

નવી દિલ્હી તા. ૮: કોરોના વાયરસ વિશે હવે સમગ્ર દુનિયામાં એક નવી ચર્ચા ચાલી રહી છે અને આ ચર્ચા છે કે આ વાયરસ ફેલાવવામાં જવાબદાર કોણ છે? ૧૦૦માંથી ૯૯ લોકો આ વાયરસને ફેલાવવા માટે ચીનને જવાબદાર માનેછ ે એની પાછળ પણ એક કારણ છે. લોકોનું માનવું છે કે એક બાજુ ચીનમાં કોરોના ઇન્ફેકટેડ લોકોની સંખ્યા ઘટી રહી છે, જયારે બીજી બાજુ ચીનની બહાર ઇન્ફેકશન વધી રહ્યું છે. ચીનના વુહાન શહેરમાંથી જ પહેલી વાર કોરોના વાયરસના ઇન્ફેકશનનો પહેલો કેસ આવ્યો હતો અને હવે વુહાન શહેર ફરી પાટા પર આવી ગયું છે. ત્યાંની ફેકટરીઓ શરૂ થઇ રહી છે. જયારે દુનિયાની અડધી વસ્તી હજી પણ ઘરમાં કેદ રહેવા માટે મજબૂર છે.

(11:39 am IST)