Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

અતિ ઉત્સાહમાં આવી દીવો કરવાને બદલે મોઢામાંથી જયોત કાઢવા જતા મોં દઝાડયું

નવી દિલ્હી તા. ૮ :.. બાવીસમી માર્ચે જનતા કરફયુ દરમ્યાન અતિ ઉત્સાહીઓએ સોશ્યલ ડિસ્ટન્સિંગના નિયમો તોડયા એવી રીતે ગયા રવિવારે પાંચમી એપ્રિલે રાતે ૯ વાગ્યે દીપક પ્રગટાવવાના ૯ મિનીટના કાર્યક્રમ દરમ્યાન પણ વિચિત્ર અનુભવ થયા હતાં. બાવીસમી માર્ચે તો ફકત સોશ્યલ ડિસ્ટન્સિંગના નિયમો તૂટયા હતા, પરંતુ પાંચમી એપ્રિલે તો જીવને જોખમમાં મુકતાં સાહસ કરવામાં આવ્યાં હતાં. સોશ્યલ મીડિયા પર વાઇરલ તસવીરો અને વિડીયોમાં લોકોના અનેકવિધ મિજાજો  જોવા મળે છે. એક વખત તો વરઘોડામાં કે અન્ય સરઘસોમાં કેટલાક લોકો મોઢામાં ફોસ્ફરસ જેવા જવલનશીલ પદાર્થનો ટૂકડો રાખીને મશાલ કે મીણબતીની જવાળા કે જયોતને ફુંક મારીને મોટો ભડકો કરતા હતાં. એ રીતે મોઢેથી મીણબતીને ફુંક મારીને ભડકો કરતો માણસ પાંચમી એપ્રિલે સોશ્યલ મીડિયા પર વાઇરલ વિડીયોમાં જોવા મળે છે. જો કે અચાનક તેના મોઢામાં આગ લાગી જતાં એ માણસને બચાવવ લોકો દોડીગયા હોવાનું  પણ વિડીયોમાં જોવા મળે છે.

(11:37 am IST)