Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

સરકાર - પોલીસ શોધી રહી છે

મહારાષ્ટ્રમાં તબલીગી જમાતના ૬૦ સભ્યો ગાયબઃ મોબાઇલ સ્વીચ ઓફ

મુંબઇ તા. ૮: મહારાષ્ટ્રમાં કોરોનાથી હાહાકાર મચી ગયો છે. અહીં લગભગ ૧૦૧૮ લોકો કોરોનાથી સંક્રમિત છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ૬૪ લોકોના મોત થયા છે. ખાલી  મુંબઇમાં જ કોરોનાના  ૬૪૨ કેસ છે અને ૪૦ લોકોના મોત થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં મહારાષ્ટ્રમાં કોરોનાના ૧૫૦ નવા કેસ આવ્યા છે. જ્યારે ૧૨ લોકોના મોત થયા છે.

તો બીજી તરફ રાજ્યના ગૃહપ્રધાન અનિલ દેશમુખે કહ્યુ કે દિલ્હીના નિઝામુદ્દીન સ્થિત તબલીગી જમાતના મરકઝથી પાછા આવેલ લગભગ ૬૦ લોકોએ  સરકારનો સંપર્ક નથી કર્યો. તેમનો મોબાઇલ પણ સ્વીચ ઓફ આવી રહ્યો છે. દેશમુખે કડક શબ્દોમાં કહ્યુ કે તેમને જાણ કરવામાં આવે છે કે તેઓ પોતાના નજીકના પોલિસ સ્ટેશનનો સંપર્ક કરે અને તપાસ પછી કવોરન્ટાઇન થાય. જો તેઓ આવુ નહી કરે તો તેમની સામે કડક કાર્યવાહી કરવાના આદેશ પોલિસને આપી દેવાયા છે.

(11:35 am IST)