Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

દેશમાં કોરોનાના ૫૧૯૪ કેસઃ મૃત્યુઆંક ૧૭૨

૨૪ કલાકમાં ૭૭૩ નવા કેસ નોંધાયાઃ મહારાષ્ટ્રમાં કોરોના દર્દીના કેસ ૧૦૦૦ને પારઃ કેરળમાં ૩૩૬: રાજસ્થાનમાં નવા ૫ કેસ નોંધાયાઃ દિલ્હીમાં ૫૭૬ કુલ કેસ

નવી દિલ્હી,તા.૮: કોરોના મહામારીને વિશ્વની સામે સૌથી મોટું સંકટ ઉભી કરી દીધું છે. ભારતમાં કોરોનાનો પગપેસારો વધતો જતો જોવા મળ્યો છે. દેશના વિવિધ રાજ્યોમાં કોરોના દર્દીઓના આંકડા સતત વધી રહ્યા છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ૫૧૯૪એ પહોંચી છે. મૃત્યુઆંક -૧ પહોંચી ગયો છે. દેશમાં ૨૪ કલાકમાં ૭૭૩ નવા કોરોના કેસ નોંધાયા છે. તેમજ ૪૦૨ દર્દીઓ સ્વસ્થ પણ થયા છે. ૧૭૨ના મોત થયા છે.

 

મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસ ૧૫૦ થયા ત્યાં સંક્રમિતોની સંખ્યા ૧૦૦૦ને પાર પહોંચી છે. રાજસ્થાનમાં પણ ૫ નવા કેસ નોંધાયા છે. તેમજ બિહારમાં પણ ૪ નવા કેસ નોધાયા છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં ૬૫ અને મધ્યપ્રદેશમાં ૨૧ લોકોના જીવ ગયા છે.

કોરોના સંકટ પર વડાપ્રધાન મોદી આજે વિવિધ પક્ષના નેતાઓની સાથે વિડિયો કોન્ફરન્સિંગ કરશે. દેશના વિવિધ રાજ્યોની કોરોનાની સ્થિતિ જોઇએ તો દિલ્હીમાં દર્દીઓ ૫૭૬, યુપીમાં ૩૩૨, રાજસ્થાનમાં ૩૪૩, મધ્યપ્રદેશમાં ૩૧૨, તામિલનાડુંમાં ૬૯૦ અને કેરળમાં ૩૩૬, પ.બંગાળમાં ૯૧ ગુજરાતમાં ૧૭૫, પંજાબમાં ૯૯ રહેલા છે.

કોરોના હવે માસૂમોની જાનનો પણ દુશ્મન બની રહ્યો છે. ગુજરાતમાં જામનગરમાં   કોરોના પીડિત ૧૪ મહિનાના બાળકનું મોત નીપજ્યું હતું. આ મૃત્યુની સાથે ગુજરાતમાં મૃત્યુઆંક ૧૬એ પહોચ્યો છે.

કોરોના સંક્રમણથી દેશમાં સતત મોતનોં આંકડો વધતો જઈ રહ્યો છે. મહારાષ્ટ્રમાં પૂણેમાં બુધવારે એક ૪૪ વર્ષના વ્યકિતનું સંક્રમણના કારણે મોત થયું છે. તેને ડાયાબિટીસ હતું. પૂણેમાં આ પહેલા મંગળવારે ત્રણ લોકોના મોત થયા હતા. શહેરમાં અત્યાર સુધી સંક્રમણમાં નવ લોકોના મોત થયા છે. સાથે જ મહારાષ્ટ્રમાં મોતનો આંકડો ૬૫ પર પહોંચી ગયો છે. તો બીજી બાજું દેશમાં મૃતકોની સંખ્યા ૧૭૨ થઈ ગઈ છે. આ આંકડો અલગ અલગ રાજય સરકાર તરફ જાહેર કરવામાં આવ્યા છે.

ઈન્દોરમાં બુધવારે વધુ ૨૨ નવા પોઝિટિવ કેસ મળ્યા હતા. ઈન્દોરમાં હવે સંક્રમિતોની સંખ્યા ૧૭૩ થઈ ગઈ છે, જેમાં ૧૫ દર્દીઓના મોત થયા છે. ભોપાલમાં પોલીસના એક વરિષ્ઠ અધિકારી કોરોના પોઝિટિવ આવ્યા હતા. ત્યારબાદ વિભાગના ઘણા અધિકારીઓ આઈસલોશનમાં ગયા હતા. રાજધાનીમાં પોલીસ પર હુમલો કરવાના આરોપમાં ૫ લોકો પર રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ હેઠળ કેસ કરવામાં આવ્યો હતો. તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.ઙ્ગ

ફરીદાબાદમાં કોરોના પોઝિટિવ કેસ મળ્યા બાદ પ્રશાસને શહેરના ૧૩ વિસ્તારમાં છાવણીમાં ફેરવાઈ દેવાયા છે. અહીંયા સ્વાસ્થ્ય વિભાગની ટીમ ઘરે ઘરે જઈને સ્ક્રીનિંગ અને સેમ્પલ લઈ રહી છે.ઙ્ગ

અહીંયા જનસંપર્ક વિભાગ તરફથી જણાવવમાં આવ્યું છે કે તંત્રને કોરોનાથી બચવાને ધ્યાનમાં રાખતા લોકોને ભીડવાળા વિસ્તારમાં જવા પહેલા મોઢે કપડાં અને માસ્ક લગાવવું જરૂરી છે.(૨૨.૧૮)

રાજ્યમાં કોરોનાની સ્થિતિ

શહેર

કુલ કેસ

મૃત્યુઆંક

મહરાષ્ટ્ર

૧૦૧૮

૬૪

તામિલનાડુ

૬૯૦

દિલ્હી

૫૭૬

કેરળ

૩૩૬

આંધ્રપ્રદેશ

૩૨૯

તેલંગાણા

૪૦૪

૧૨

રાજસ્થાન

૩૪૩

૧૨

ઉત્તરપ્રદેશ

૩૩૨

કર્ણાકટ

૧૭૫

મધ્યપ્રદેશ

૩૧૨

૨૧

ગુજરાત

૧૭૯

૧૬

જમ્મુ-કાશ્મીર

૧૨૫

પ.બંગાળ

૯૧

હરિયાણા

૧૪૩

પંજાબ

૯૯

(11:35 am IST)