Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

ઉત્તર પ્રદેશમાં બારીમાંથી કૂદીને કોરોના પોઝિટિવ નેપાળી જમાતી ફરાર ૧૨ કલાકની શોધખોળ બાદ : આ જમાતી એક ઈંટની ભઠ્ઠી નજીકથી ઝડપાઇ ગયો

યુ.પી.ના બાગપતના CHCના આઈસોલેસન વોર્ડમાં એડમિટ કોરોના પોઝિટિવ નેપાળનો એક તબ્લીધી જમાતી બારી બહાર ચાદર દ્વારા ફરાર થઈ ગયો છે. તપાસમાં ૬૫ વર્ષીય નેપાળી કોરોના પોઝિટિવ નિકળ્યો હતો. ત્યારબાદ તેને COVID-19 હોસ્પિટલમાં લેવલ-૧માં રાખવામાં આવ્યો હતો. 

અહીં તેની સારવાર થઈ રહી હતી પરંતુ સોમવારે રાતે તે છેતરીને ફરાર થઈ ગયો હતો. હવે બાગપત તથા નજીકના વિસ્તારોમાં કોનેકોન મળ્યો તેની શોધ કરવામાં આવી રહી છે. નિઝામુદ્દીન મરકજથી ૧૯ માર્ચે જિલ્લાના એક ગામની મસ્જિદમાં આવેલા ૧૭ નેપાળી જમાતી પકડાયા હતા. આ બધાને બાલેનીમાં આઈસોલેટ કરવામાં આવ્યા હતા. તેમાંથી એકનો રિપોર્ટ પોઝિટિવ મળતા ગયા બુધવારે રાતે તેને CHCના કોરોના વોર્ડમાં એડમિટ કરાવવામાં આવ્યો હતો. બે દિવસથી સંક્રમિત વ્યકિતની હાલતમાં સુધાર હતો.

સોમવારે રાતે લગભગ એક-દોઢ વાગ્યે આ સંક્રમિત જમાતી CHCનો દરવાજો તોડીને જંગલ તરફ ફરાર થઈ ગયો હતો. સ્વાસ્થ્યકર્મીઓએ આ પ્રકરણમાં પોલીસને જાણકારી આપી હતી. કોરોના પોઝિટિવ, દિલ્હીના નિઝામુદ્દીન મરકજમાં થયેલા તબલીગી જમાતમાં સામેલ થયો હતો.   શોધખોળ દરમિયાન ઈંટના ભઠ્ઠા પર કામ કરનારા મજૂરોએ સંક્રમિત વ્યકિતને બંદપુર તરફ ભાગ્યો હોવાનું જણાવ્યું હતું.

(11:34 am IST)