Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

ભોપાલમાં 40 સ્વાસ્થ્ય કર્મી સહીત 85 કોરોના પોઝિટિવ સ્વાસ્થ્ય કર્મચારીઓ કોરોના સંક્રમિત: તંત્રમાં ખળભળાટ

ભોપાલ સંભવત: દેશનું પહેલું એવું શહેર છે જ્યાં કોરોનાથી લડનારા જ કોરોનાના શિકાર બની ગયા

ભોપાલ : ભોપાલમાં કોરોના વાયરસના સંક્રમણના 85 કેસ નોંધાયા છે. આ 85 કેસમાંથી 40 કેસ સ્વાસ્થ્ય વિભાગના કર્મચારીઓના છે. મધ્યપ્રદેશ અત્યાર સુઘીમાં કુલ 229 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 13 લોકોના મોત થયા છે

 એક ન્યૂઝ ચેનલ એનડીટીવીની ન્યૂઝ મુજબ, મધ્યપ્રદેશના ભોપાલમાં કોરોનાના કેસમાંથી 40 કેસ સ્વાસ્થ્ય વિભાગના કર્મચારીઓના નોંધાયા છે. જેમા બે આઇએએસ અધિકારી, પ્રમુખ સચિવ સ્વાસ્થ્ય, પલ્લવી જૈન-ગોવિલ, અને સ્વાસ્થ્ય કોર્પોરેશનના એમડી જે.વિજય કુમાર પણ કોરોના વાયરસના સંક્રમણના શિકાર બન્યા છે.

 આ ઉપરાંત વિભાગના જ એડિશનલ ડિરેક્ટર ડૉ. વીના સિન્હાનો કેસ પોઝિટિવ આવ્યો છે. ભોપાલ સંભવત: દેશનું પહેલું એવું શહેર છે જ્યાં કોરોનાથી લડનારા જ કોરોનાના શિકાર બની ગયા છે.

 મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું હતું કે કોરોના વાયરસના સંક્રમણને છુપાવનાર લોકોને માફ કરવામાં આવી ન શકે અને તેમના પર બિન ઇરાદાપૂર્ણ હત્યાનો કેસ ચલાવામાં આવી શકે છે. જોકે આ મામલે સરકાર પર આરોપ છે કે તેણે પોતાના ઓફિસરો પર કાર્યવાહી ન કરી. જ્યારે મુખ્યમંત્રીએ પ્રધાન સચિવની પ્રશંસા કરતા કહ્યું હતું કે આપ જેવા અધિકારીઓની મદદથી આપણે જલ્દી જ રાજ્યમાં કોરોના સંક્રમણથી છૂટકારો મેળવી શકીશું

(11:04 am IST)