Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

સ્પેનમાં કોરોનાનો આતંકઃ દર ૧પ મિનીટેકબ્રસ્તાનમાં પહોંચી રહી છે એક લાશ

મૃત્યુઆંક ૧૩૦૦૦: ર૬મી સુધી લોકડાઉન લંબાવાયુ

માડ્રીડ (સ્પેન) તા. ૮ :.. સ્પેનમાં કોરોના વાયરસથી મંગળવારે ૭૪૩ લોકોના મોત થયા હતાં. આરોગ્ય મંત્રાલય અનુસાર, દેશમાં કોરોનાથી મરનારાઓની સંખ્ય ૧૩૭૯૮ થઇ ચૂકી છે. સ્પેનની તસ્વીર ભયાનક છે. વાયરસે આ દેશમાં મોતનું તાંડવ કર્યુ છે. અને ચારે તરફ લાશો બિછાવી છે. મોતનો આંકડો ૧૩ હજારને પાર કરી ગયો છે. પરિસ્થિતિ એવી છે કે દેશના સૌથી મોટા કબ્રસ્તાન લા અલ્મુડેના જે માડ્રીડમાં આવેલું છે ત્યાં દર ૧પ મીનીટે એક લાશ બળતી જોવા મળે છે, જેનું મોત કોરોનાના કારણે થયું હોય.

અહીં અંતિમ સંસ્કારમાં પથી વધારે લોકોને સામેલ થવાની પરવાનગી પણ નથી. ઇટલી પછી સ્પેન બીજો એવો દેશ છે. જયાં કોરોના વાયરસના કારણે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. સ્પેનની રાજધાની માડ્રીડમાં   સૌથી વધારે એટલે કે લગભગ પ હજાર લોકોના મોત થયા છે. આ દેશમાં ૧૪ માર્ચથી શરૂ કરવામાં આવેલ લોક ડાઉનને બીજી વાર વધારીને હવે ર૬ એપ્રિલ સુધી કરી દેવાયું છે. વડાપ્રધાન પેડ્રો સાંચેઝનું દેશ પરિસ્થિતિ અંગે કહેવું છે કે હવે અંધારી સુરંગના છેડે રોશની દેખાઇ રહી છે.

ઇટલી પછી કોરોનાથી સૌથી ખરાબ રીતે પ્રભાવીત આ દેશમાં દર્દીઓની સંખ્યા ૧,૪૦,પ૧૦ થઇ ગઇ છે. આરોગ્ય મંત્રાલયના અધિકારીઓએ કહ્યું કે, છેલ્લા ચાર દિવસોથી મોતની સંખ્યા સતત ઘટી રહી હતી ત્યારે મંગળવારે અચાનક તેમાં વધારો થયો છે. તો સોમવારે નવા કેસોની સંખ્યા ૩.૩ ટકા વધી ગઇ હતી.

(10:53 am IST)