Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

મ્યુ ફંડ પોર્ટફોલિયો સુરક્ષિત કઇ રીતે રાખી શકાય

નવી દિલ્હી, તા.૮: કોરોના વાઇરસને કારણે વિશ્વભરમાં લોકડાઉનની સ્થિતિ છે. લોકડાઉનને લીધે અર્થતંત્રને ખરેખર કેટલું નુકસાન એ કોઈ જણતું નથી. દુનિયાઆખીની હાલત જોઈને રોકાણકારો મૂંઝવણમાં મુકાઈ ગયા છે. આવામાં મ્યુચ્યુઅલ ફંડના રોકાણકારો કે જેમણે ડેટ ફંડ(બોન્ડ)માં રોકાણ કર્યું છે, તેઓ કઈ રીતે બાકાત રહી શકે.

નાના વેપાર-ધંધાવાળા પાસે રોકડની ખેંચ હોય છે, જેમાં આ લોકડાઉને બહુ નકારાત્મક અસર કરી છે. જોકે મોટા કોર્પોરેટમાં આ રોગચાળાન લીધે થયેલા નુકસાન સહન કરવાની ક્ષમતા છે. જો નવું મૂડીરોકાણ કરવાનું વિચારો છો તો એવાં ફંડોથી અંતર રાખી શકાય છે, જયાં ક્રેડિટ રિસ્ક વધુ છે.

કેટલાંક ફંડોએ AT1 બોન્ડમાં રોકાણ કર્યું હતું, જેને લઈને પાછલાં કેટલાંક સપ્તાહોથી ગભરાટનો માહોલ ઊભો થયો છે. યસ બેન્કે આ બોન્ડને માંડી વાળ્યાં હતાં. યસ બેન્કના મામલે એટલું તો જરૂર નક્કી થઈ ગયું કે રેટિંગ એજન્સીને આધારે બોન્ડની મજબૂતીને સંપૂર્ણ રીતે આકલનના કરી શકે.

જે રોકાણકારોએ પોતાના પોર્ટફોલિયોમાં ઈકિવટી અને ડેટ-બંનેને સામેલ કર્યા હતા, તેમનાં ફંડમાં જબરદસ્ત ઘટાડો આવ્યો છે. ઈકિવટી ફંડ પાછલા બે મહિનામાં ઉચ્ચતમ સ્તરથી આશરે ૪૦ ટકા ઘટી ગયાં છે. એનો એ અર્થ એ થયો કે રોકાણમાં ઈકિવટીનો જો હિસ્સો હશે, એની વેલ્યુ આ વર્ષના મહત્તમ સ્તરથી અડધી થઈ ગઈ છે. શેરબજાર મંદીના સંકજામાં સપડાયું છે, ત્યારે રોકાણકારોને વધુ રાહ જોવી પડે એમ છે. 

વર્ષ ૨૦૧૬માં નોટબંધી પછી લોંગ ટર્મ બોન્ડ (૧૦ વર્ષ)ના યિલ્ડમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. ૧૦ વર્ષના સરકારી બોન્ડનું યિલ્ડ ,પ્ટેમ્બર, ૨૦૧૮માં ૮.૧૮ ટકા હતું, જે ડિસેમ્બર, ૨૦૧૯માં ૭.૨૨ ટકા પર આવી ગયું હતું. નિષ્ણાતોના જણાવ્યા મુજબ અત્યારની સ્થિતિમાં રોકાણકારોએ ૨-૩ વર્ષના શોર્ટ ટર્મ બોન્ડમાં રોકાણ કરવું જોઈએ.

રિઝર્વ બેન્કે ૨૦૦૮-૦૯દ્ગક ક્રાઇસિસમાં નોટિસ કર્યું હતું કે ડેટ ફંડમાં બહુ ઝડપથી પૈસા નીકળી રહ્યા છે. જયાં સુધી રિઝર્વ બેન્ક કંઈ પગલું લે એ પહેલાં ડેટ ફંડમાંથી રૂ. ૫૦,૦૦૦ કરોડ નીકળી ગયા હતા. હાલ લિકિવડિટી ક્રાઇસિસને બચાવવા માટે રિઝર્વ બેન્ક રેપો રેટમાં કાપ મૂકી રહી છે. હાલ દેશમાં ડેટ મ્યુચ્યુઅલ ફંડનું કદ રૂ. ૧૪ લાખ કરોડે પહોંચ્યું છે. રોકાણકારોએ યાદ રાખવું જોઈએ કે ડેટ ફંડોને મોટી બેન્કોનો ટેકો હોય.

(10:20 am IST)