Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

વુહાનથી વિશ્વમાં ફેલાયો હતો કોરોના

ચીનના વુહાનમાં ૭૬ દિવસ બાદ લોકડાઉન સમાપ્ત

વુહાન, તા.૮: કોરોના વાયરસનું કેન્દ્ર બનેલું ચીનના વુહાન શહેરમાં ૭૬ દિવસ પછી પછી લોકડાઉન હટાવી લેવામાં આવ્યું છે. બુધવારે અડધી રાત્રે વુહાનના લોકો લોકડાઉનની કેદથી આઝાદ થઈ ગયા છે. કોરોના વાયરસના કેસ આવ્યા બાદ ૨૩ જાન્યુઆરીએ શહેરમાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી, જે પછી શહેરની ૧૧ મિલિયન વસ્તી ઘરોમાં કેદ થવા માટે મજબૂર બની ગઈ હતી.

વુહાન કોરોનાનાનું કેન્દ્ર રહ્યું છે અને આ શહેરમાં દ્યાતક વાયરસના કારણે ૩૩૦૦ કરતા વધારે લોકોનો જીવ ગયો હતો. ૮૨,૦૦૦ કરતા વધારે લોકો વુહાનમાં કોરોના સંક્રમિત બન્યા હતા. તાજા સરકારી આંકડા પર નજર કરીએ તો પાછલા કેટલાક અઠવાડિયાથી શહેરમાં કોરોનાના કેસમાં ઝડપથી ઘટાડો થયો છે. મંગળવારના સરકારી આંકડામાં કોરોનાોનો એક પણ કેસ સામે આવ્યો નથી.

૭૬ દિવસના લોકડાઉન દરમિયાન વુહાનના લોકો ઘરની બહાર નીકળવા પર સખત મનાઈ હતી. આ દરમિયાન માત્ર જરૂરી કામો માટે બહાર જવાની મંજૂરી હતી. શહેરની સરહદો સીલ કરી દેવામાં આવી હતી.

લોકડાઉનની સમાપ્તિ પર વુહાન શહેરમાં યાંગ્ત્જી નદીના કિનારે ઉજવણીનો માહોલ જોવા મળ્યો. આ દરમિયાન એનિમેટેડ ઈમેજિસની મદદથી મેડિકલ સ્ટાફ અને કરોનાના દર્દીઓની તસવીરો તૈયાર કરવામાં આવી. લોકડાઉનની સમાપ્તિ પહેલા શહેરના ઉચ્ચ અધિકારીઓએ રેલવે સ્ટેશન અને એરપોર્ટ્સની મુલાકાત લીધી અને અહીં સુનિશ્ચિત કર્યું કે શહેર લોકડાઉનની સમાપ્તિ માટે તૈયાર છે.

(10:18 am IST)