Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

ઉત્તર પ્રદેશમાં 15 એપ્રિલ બાદ વધશે લોકડાઉન? : સીએમ યોગીએ કહ્યું બે -ચાર દિવસમાં લેશું નિર્ણંય

ઉત્તર પ્રદેશમાં કુલ 308 કેસ છે અને તેમાંથી 168 કેસ તબલીગી જમાતના લોકો સાથે જોડાયેલા

લખનઉ: કોરોના વાયરસને રોકવા માટે પીએમ મોદીએ 21 દિવસનું લોકડાઉન જાહેર કર્યું છે. ત્યારે લોકડાઉનની સમય મર્યાદા વધારવાની અટકળો વચ્ચે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે  કહ્યું કે, 11 અથવા 12 એપ્રિલ બાદ અમે કોઈ નિર્ણય લઈ શકશું.

આજે સીએમ યોગી આદિત્યનાથે ઉત્તર પ્રદેશના તમામ જિલ્લામાં ગ્રાઉન્ડ ઝીરો પર કામ કરી રહેલા તમામ પત્રકારો સાથે વીડિયો કોન્ફરન્સથી વાત કરી હતી. તે દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, ઉત્તર પ્રદેશમાં છેલ્લા 4-5 દિવસમાં કોરોના પોઝિટીવ કેસની સંખ્યા વધી રહી છે. આજે પ્રદેશમાં કુલ 308 કેસ છે અને તેમાંથી 168 કેસ તબલીગી જમાતના લોકો સાથે જોડાયેલા છે. ભારત સરકારની મદદથી પ્રદેશમાં તેને રોકવા માટે દરેક લેવલ પર કામ કરવામાં આવી રહ્યું છે.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં 130 કરોડ ભારતીયો સંપૂર્ણ તત્પરતાની સાથે કોરોના વાયરસને સમાપ્ત કરવામાં લાગ્યા છે. આપણે તેને અત્યાર સુધીનું સૌથી મોટું અભિયાન ગણી શકીએ છીએ. ભારત સરકારની સાથે સંવાદ કર્યા બાદ અમે લોકડાઉન મુદ્દે આગળ કોઈ નિર્ણય લઇશું

 

(12:26 am IST)