Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

ભારત : કોરોના કેસની સંખ્યામાં ઝડપી વધારો યથાવત રીતે જારી

કોરોના કેસોની સંખ્યા વધીને ૫૨૩૦થી વધારે, મૃતાંક ૧૩૬ થયો : જીવલેણ કોરોના વાયરસે ભારતમાં પણ હવે જોરદાર કોહરામ મચાવી દીધી લોકડાઉન સ્થિતીમાં તમામ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં કેસ વધ્યા

નવી દિલ્હી, તા. : કોરોના વાયરસનો કહેર દુનિયાની સાથે સાથે ભારતમાં પણ વધી રહ્યો છે.દુનિયાભરમાં બિમારીના કારણે હજારોની સંખ્યામાં મોત થઇ ચુક્યા છે. ભારતમાં પણ જીવલેણ કોરોના વાયરસના કારણે ૧૩૬ લોકો દમ તોડી ચુક્યા છે. આવી રીતે ભારતમાં કુલ કેસોની સંખ્યા હવે પાંચ હજારની નજીક પહોંચી ગઇ છે. આજે ભારતમાં અનેક નવા કેસો જુદા જુદા રાજ્યોમાં સપાટી પર આવ્યા હતા. આની સાથે કેસોની સંખ્યા વધીને હવે ૫૨૩૦થી વધારે સુધી પહોંચી ગઇ છે. આવી રીતે મોતનો આંકડો પણ વધી રહ્યો છે. ભારતમાં કોરોનાના કારણે સૌથી વધારે પ્રભાવિત રાજ્યોમાં મહારાષ્ટ્ર, દિલ્હી, તમિળનાડ, તેલંગાણા, ઉત્તરપ્રદેશ અને અન્ય રાજ્યોનો સમાવેશ થાય છે. તમિળનાડુમાં પણ કેસોની સંખ્યા ૬૦૦ના આંકડાને પાર કરી ગઇ છે.

         સારી બાબત છે કે સ્વસ્થ થયેલા લોકોની સંખ્યા ૩૨૬ ઉપર પહોંચી છે.મહારાષ્ટ્ર , કર્ણાટક, કેરળ, રાજસ્થાન, તમિળનાડુ, ગુજરાતમાં કેસોની સંખ્યા વધારે રહેલી છે. કેટલાક હોટ સ્પોટ કેન્દ્રો પણ જાહેર કરવામાં આવ્યા છે. યુદ્ધના ધોરણે તમામ પગલા દેશમાં લેવામાં આવી રહ્યા છે. ૨૧ દિવસના લોકડાઉનના ગાળાનો દોર કઠોર રીતે હાલમાં દેશમાં અમલી છે. કેસોની સંખ્યા અને મોતનો આંકડો ચિંતાજનક રીતે વધી રહ્યો છેવડાપ્રધાન મોદી સતત એક્શનમાં છે. સીધીરીતે માહિતી દરરોજ ૨૦૦થી પણ વધુ લોકો પાસેથી મેળવી રહ્યા છે. કોરોના વાયરસના કેસો ભારતમાં પણ હવે વધી રહ્યો છેકોરોનાને રોકવાના હેતુસર સાવચેતીના પગલા લેવાનો સિલસિલો જારી છે. ધાર્મિક સ્થળોને પણ એક પછી એક બંધ કરવામાં આવી ચુક્યા છે

         ઐતિહાસિક સ્મારકોને પણ બંધ કરી દેવાયા છેદેશના તમામ રાજ્યોમાં સ્કુલ કોલેજો, મલ્ટીપ્લેક્સ, સિનેમાહોલ અને મોલને બંધ કરવાની જાહેરાત કરવામાં આવી ચુકી છે. ભારતમાં કોરોનાના વધતા કેસો વચ્ચે તકેદારી સતત વધી રહી છે. તમિળનાડુ, તેલંગણા, કેરળમા પણ કોરોનાના કારણે કેસોની સંખ્યા અનેક ગણી વધી રહી છે. મોતનો આંકડો ઝડપથી વધી રહ્યો છે. દિલ્હીમાં તબલીગી જમાતના કાર્યક્રમમાં પહોંચેલા લોકોના કારણે કેસોની સંખ્યામાં વધારો થયો છે. કારણ કે અહીં મોટી સંખ્યામાં કેસો મળી ચુક્યા છે. હવે દેશના જુદા જુદા ભાગોમાં અહીં હાજરી આપીને પહોંચેલા લોકોને શોધી કાઢવામાં આવ્યા છે. તેમને સારવાર આપવામાં આવી રહી છેદિલ્હી, રાજસ્થાન, તેલંગાણામાં પણ આંકડો વધ્યો છે. ભારતમાં ખતરનાક વાયરસના કારણે કેસોની સંખ્યા વધી રહી છે

           માનવામાં આવે છે કે તબલીગી જમાતના કારણે આવનાર દિવસોમાં દિલ્હીની સાથે સાથે દેશના અન્ય ભાગોમાં કોરોનાના કેસોમાં વધારો થઇ શકે છે. મહારાષ્ટ્રમાં પણ કેસોની સંખ્યામાં ચિંતાજનક રીતે વધારો થયો છે.કોરોના વાયરસે ૩૦ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને સકંજામાં લઇ લીધા છેસરકાર દ્વારા હેલ્પલાઇન નંબર જારી કરવામાં આવ્યા છે. લોકડાઉનના નિયમોને સરળ રીતે પાળવામાં આવે તે જરૂરી છે. ભારત સરકાર તમામ રીતે લોકોને સુરક્ષિત રાખવા માટે માર્ગદર્શિકા વારંવાર જારી કરી રહી છે. તમામ રાજ્યોમાં કોરોનાના કેસો સપાટી પર આવી રહ્યા છેજે રીતે કેસોની સંખ્યા વધી રહી છે તેનાથી ચિંતા વધી ગઈ છે. હાલમાં સરકાર કોમ્યુનિટી ટ્રાન્સમીશનના અહેવાલને રદિયો આપી રહી છે. સરેરાશ ૪૦૦થી વધુ કેસો છેલ્લા કેટલાક દિવસમાં નોંધાયા છે.

         દર્શાવે છે કે કોરોના વાયરસ કેટલી ઝડપથી ભારતમાં પણ પગ પેસારો કરી રહ્યો છેભારતમાં કોરોના વાયરસનો પ્રથમ કેસ ૩૦મી જાન્યુઆરીના દિવસે આવ્યો હતો. ત્યારબાદ બે મહિનામાં કેસોની સંખ્યા ૧૫૦૦ થઇ હતી. જ્યારે ત્યારબાદ ૧૪મી માર્ચ બાદ કેસોમાં એકાએક જંગી વધારો થયો છે. કુલ કેસો પૈકી ૪૦ ટકાથી વધારે  કેસો છેલ્લા એક સપ્તાહમાં નોંધાયા છે.   મોતના આંકડા અને કેસોની સંખ્યામાં હાલમાં વિરોધાભાસની સ્થિતી રહેલી છે. દેશમાં પણ લોકડાઉની સ્થિતી હોવા છતાં અને સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં કેસોની સંખ્યામાં ચિંતાજનકરીતે વધારો થઇ રહ્યો છે. જેના કારણે તમામ ચિંતાતુર છે. તેને અંકુશમાં લેવા માટે સફળતા મળી રહી નથી. તમિળનાડુમાં કેસોની સંખ્યા ૬૦૦થી ઉપર પહોંચી ચુકી છે. ઉત્તરપ્રદેશમાં પણ કેસોની સંખ્યા ૩૦૦થી ઉપર પહોંચી ચુકી છે. દિલ્હીમાં કોરોનાના કેસોની સંખ્યા  ૫૦૦થી ઉપર પહોંચી ચુકી છે. ભારતના મહારાષ્ટ્રમાં હાલત વધારે ખરાબ થઇ રહી છે.

દેશમાં કોરોના કેસ ક્યાં કેટલા

ભારતમાં ૩૦૦થી વધારે લોકો સ્વસ્થ થયા છે

નવીદિલ્હી,તા. : કોરોના વાયરસનો કહેર દુનિયાની સાથે સાથે ભારતમાં પણ વધી રહ્યો છે.દુનિયાભરમાં બિમારીના કારણે હજારોની સંખ્યામાં મોત થઇ ચુક્યા છે. ભારતમાં પણ જીવલેણ કોરોના વાયરસના કારણે ૧૩૬ લોકો દમ તોડી ચુક્યા છે. આવી રીતે ભારતમાં કુલ કેસોની સંખ્યા હવે પાંચ હજારની નજીક પહોંચી ગઇ છે. આજે ભારતમાં અનેક નવા કેસો જુદા જુદા રાજ્યોમાં સપાટી પર આવ્યા હતા.

ક્રમ

રાજ્યો

ભારતીય દર્દી

વિદેશી દર્દી

આંધ્રપ્રદેશ

૨૬૬

૦૦

છત્તીસગઢ

૦૯

૦૦

દિલ્હી

૫૨૩

૦૧

ગુજરાત

૧૭૫

૦૧

હરિયાણા

૯૦

*

કર્ણાટક

૧૫૧

૦૦

કેરળ

૩૨૭

૦૮

મહારાષ્ટ્ર

૮૬૮

૦૩

ઓરિસ્સા

૨૦

૦૦

૧૦

પોન્ડિચેરી

૦૫

૦૦

૧૧

પંજાબ

૬૮

૦૦

૧૨

રાજસ્થાન

૨૮૮

૦૨

૧૩

તેલંગાણા

૩૨૧

૧૦

૧૪

ચંદીગઢ

૧૮

૦૦

૧૫

જમ્મુ કાશ્મીર

૧૦૯

૦૦

૧૬

લડાક

૧૩

૦૦

૧૭

ઉત્તરપ્રદેશ

૩૦૫

૦૧

૧૮

ઉત્તરાખંડ

૨૬

૦૧

૧૯

બંગાળ

૯૧

૦૦

૨૦

તમિળનાડુ

૬૨૧

૦૬

૨૧

મધ્યપ્રદેશ

૧૬૫

૦૦

૨૨

હિમાચલ

૦૩

૦૦

૨૩

બિહાર

૩૨

૦૦

૨૪

મણિપુર

૦૧

૦૦

૨૫

મિઝોરમ

૦૧

૦૦

૨૬

ગોવા

૦૭

૦૦

૨૭

આંદામાન નિકોબાર

૧૦

૦૦

૨૮

ઝારખંડ

૦૧

૦૦

૩૦

આસામ

૨૬

૦૦

૩૧

અરૂણાચલ

૦૧

૦૦

(12:00 am IST)