Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

વોલ્‍વોની નવી ઇલેકટ્રીક કારમાં અત્‍યાધુનિક સુવિધાઃ કારમાં એન્‍ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્‍ટમના આધારે ગુગલ દ્વારા વિકસીત ઇન્‍ફોટેઇનમેન્‍ટ સિસ્‍ટમનો ઉપયોગ

અમદાવાદઃ ભારતમાં અનેક ઈલેક્ટ્રીક કાર લોન્ચ કરવામાં આવી છે. તેવામાં VOLVO કંપનીએ પોતાની C40 CHARGE COUPPE SUV કાર લોન્ચ કરી છે. વોલ્વોએ હાલમાં એલાન કર્યું હતું કે 2030 સુધીમાં તેઓ 2030 સુધી માત્ર ઈલેક્ટ્રીક વાહનો જ બનાવશે. વોલ્વો C40 રિચાર્જ કંપનીની પહેલી કાર છે જેને માત્ર ઈલેક્ટ્રીક મોડલમાં લોન્ચ કરવામાં આવી છે. સાથે જ કંપની આ કારનું વેંચાણ માત્ર ઓનલાઈન કરશે. તો આવો જાણીએ આ કારના તમામ ફિચર્સ વિશે.

C40 CHARGEની ડિઝાઈન ઈલેક્ટ્રીક SUV XC40 RECHARGEનું કુપે વર્ઝન છે. જો કે XC40ની જેમ આ કારને પેટ્રોલ, ડિઝલ અથવા હાઈબ્રિડ વેરિયંટ્સ સાથે લોન્ચ કરવામાં આવશે નહીં. આ કાર સંપૂર્ણ રીતે બેટરીથી ચાલતી ઈલેક્ટ્રીક કાર હશે. XC40 RECHARGE SUVની સરખામણીએ થોડું ઓછું ક્રોસઓવર છે. આ કારણે તેની એરોડાયનામિક એફિશિયંસી વધી જાય છે અને વીજળીનો વપરાશ ઘટે છે.

આ કારમાં ઈન્ટિરિયર્સની વાત કરીએ તો દરેક બાજું સ્વીડિશ ડિઝાઈન જોવા મળશે. જો કે ખાસ વાત એ છે કે C40 RECHARGE કંપનીની પહેલી કાર હશે જેમાં ચામડાનો ઉપયોગ કરવામાં નથી આવ્યો. એટલે કે કારની સીટ લેધરની નહીં હોય. કંપનીએ આ પારિસ્થિતિક અને પર્યાવરણીય જાગરૂકતા માટે આ નિર્ણય લીધો છે. કંપનીએ આ કારમાં નવા ફિચર્સ પણ આપ્યા છે. કારમાં એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમના આધારે ગૂગલ દ્વારા વિકસિત ઈન્ફોટેઈનમેન્ટ સિસ્ટમ આપવામાં આવી છે. આ સિવાય આ કારમાં નેટવર્ક માટે ઓપરેટિંગ સિસ્ટમને રિમોટથી અપડેટ કરી શકાય છે. એટલું જ નહીં કારમાં ગૂગલ મેપ્સ, ગૂગલ આસિસ્ટન્ટ અને ગૂગલ સ્ટોરમાં ડાઉનલોડ કરવાને લાયક એપ્સ સામેલ છે.

C40 CHARGE અસલમાં SUV XC40 RECHARGE જ છે માત્ર તેની બોડી અલગ છે. આ કારને બેલ્જિયમના ગેંટના એજ પ્લાન્ટમાં તૈયાર કરવામાં આવશે અને તેમાં પણ CMA પ્લેટફોર્મનો ઉપયોગ કરવામાં આવશે. કારનો પાવરટ્રેન પણ XC40 રિચાર્જ જેવો હશે. આ કારમાં દરેક એક્સલ પર ઈલેક્ટ્રીક મોટર સાથે એક ઓલ વ્હીલ ડ્રાઈવ સ્કીમ આપવામાં આવી છે. ફાસ્ટ ચાર્જિંગ સિસ્ટમ સાથે 78 કિલોવોટનું બેટરી પેક મળે છે. આ 408BHPનો પાવર અને 660NM ટોર્ક જનરેટ કરે છે. આ કારમાં 150 કિલોવોટ DC ફાસ્ટ ચાર્જિંગની સુવિધા પણ મળશે. જેની મદદથી કારની બેટરી માત્ર 40 મિનિટમાં 80 ટકા ચાર્ડ થઈ જશે.

કંપની મુજબ ફુલ ચાર્જિંગમાં આ કાર આશરે 420 કિલોમીટરની માઈલેજ આપે છે. C40 RECHARGE 5 સેકન્ડથી ઓછા સમયમાં 0-100 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ પકડી લે છે. આ કારની ટોપ સ્પીડ 180 કિલોમીટર પ્રતિ કલાકની છે. આ કારમાં 413 લિટર ટ્રંક સ્પેસ આપવામાં આવે છે. જ્યારે 31 લિટર સ્ટોરેજ સ્પેસ આપવામાં આવે છે.

(5:28 pm IST)
  • કોલકત્તાની રેલીમાં નરેન્દ્રભાઇ મોદીએ કહ્યું- હા, હું મારા મિત્રો માટે કામ કરૃં છું અને તે મિત્રો ગરીબ, મજૂર, શોષિત લોકો છે : બંગાળમાં પણ મિત્રો માટે કામ કર્યા : ૯૦ લાખ ગેસ જોડાણો આપ્યા, અંધારામાં જીવતા મારા બંગાળના ૭ લાખથી વધુ મિત્રોને મેં મફત વીજળી કનેકશન આપ્યું, ૬૦ લાખથી વધુ શૌચાલયો બનાવ્યા access_time 4:06 pm IST

  • કોરોનાએ ઠેકડો માર્યો: ૧૮,૫૯૯ નવા કેસ : છેલ્લા ૨૪ કલાકમાં ભારતમાં કોરોનાએ ઠેકડો માર્યો છે અને ૧૮,૫૯૯ નવા કેસ, ૧૪૨૭૮ સાજા અને ૯૭ લોકોનાં મોત નોંધાયા છે. access_time 11:19 am IST

  • પેટ્રોલ-ડીઝલના ભાવ ફરી વધશે ? : બ્રેન્ટ ક્રૂડ ઓઇલ બેરલના ૭૧ ડોલરની વિક્રમ સપાટીએ પહોંચ્યું છે. પેટ્રોલ-ડીઝલના ભાવો ફરી વધવા સંભવ access_time 11:19 am IST