Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

ઉત્તરાખંડમાં થશે નેતૃત્વ પરિવર્તન ?

સીએમ રાવતને હાઇ કમાન્ડનું તેડુ : નવા-જુનીના એંધાણ

નવી દિલ્હી તા. ૮ : ઉત્તરાખંડમાં ત્રિવેન્દ્ર સિંહ રાવત સરકારને લઈને રાજકીય વાતાવરણ ગરમ થયું છે. પાર્ટીના રાજકીય કોરિડોરમાં નિરીક્ષકના અહેવાલ પર કેન્દ્રીય નેતૃત્વનાં હવેના પગલા અંગે ચર્ચાઓ અત્યંત ગરમ છે. બીજી તરફ મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવત આ ચર્ચાઓ વચ્ચે સોમવારે દિલ્હી જવા રવાના થયા હતા. તેઓ આજે ગારસૈનમાં એક કાર્યક્રમમાં ભાગ લેવાના હતા.

ત્રિવેન્દ્ર સિંહ રાવત દિલ્હી પહોંચવાના છે.દહેરાદૂનમાં પાર્ટીના પર્યવેક્ષક રીતે નિરિક્ષક રીતે ગયેલા પૂર્વ મુખ્યમંત્રી રમણસિંહ અને બીજા પાર્ટી નિરીક્ષક ઉત્તરાખંડના પ્રભારી મહાસચિવ દુષ્યંત ગૌતમ પોતાનો રિપોર્ટ બીજેપીના હાઈકમાન્ડને સોંપી શકે છે.

ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવત વિરૂદ્ઘ ઘણા મંત્રીઓ અને ધારાસભ્યોએ મોરચો ખોલ્યો હતો, ત્યાર પછી બીજેપી હાઈકમાન્ડે શનિવારે બે દિગ્ગજ નેતાએને પર્યવેક્ષક બનાવીને દહેરાદૂન મોકલ્યા હતા.દહેરાદૂનના બીજપુર ગેસ્ટહાઉસ ખાતે ભાજપના કોર ગ્રુપની બેઠક ચાલી રહી છે.

આ બેઠકમાં સંસદીય બાબતોના પ્રધાન મદન કૌશિક, ઉચ્ચ શિક્ષણ પ્રધાન ધનસિંહ રાવત, તિરથસિંહ રાવત, ભાજપના સાંસદ નરેશ બંસલ, અજય ભટ્ટ, રાની રાજયલક્ષ્મી શાહ ઉપરાંત કેન્દ્રીય સુપરવાઈઝર રમણ કુમાર, સંગઠન મહામંત્રી અજય કુમાર, રાજય પ્રભારી હાજર રહ્યા હતા. દુષ્યંતકુમાર, દહેરાદૂન મેયર સુનિલ યુનિઆલ ગામા પણ ઉપસ્થિત રહ્યા હતા.

(4:10 pm IST)