Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

શું અનામત ૫૦ ટકાથી વધારી શકાય ? સુપ્રીમ

અનામત અંગે તમામ રાજ્‍યોને કોર્ટે નોટીસ પાઠવીને કર્યો સવાલ : મરાઠા આંદોલન પર સુપ્રીમમાં સુનાવણી હાથ ધરાઇ : ૧૮ માર્ચ સુધી પાંચ જજોની બેંચ આ કેસ અંગે સાંભળશે

નવી દિલ્‍હી તા. ૮ : મરાઠા અનામતના મુદ્દા પર સુપ્રીમ કોર્ટમાં સુનવણી શરૂ થઇ ગઇ. પાંચ જજોની બેન્‍ચે આ કેસને ૧૮મી માર્ચ સુધી સતત સાંભળશે. સુપ્રીમ કોર્ટે સોમવારના રોજ સુનવણી દરમ્‍યાન કહ્યું કે અનામતના મુદ્દા પર તમામ રાજયોને સાંભળવો જરૂરી છે.ᅠસુપ્રીમ કોર્ટે તમામ રાજય સરકારોને નોટિસ રજૂ કરીને પૂછયું કે શું અનામતની મર્યાદાને ૫૦ ટકાથી વધુ વધારી શકાય છે?

સોમવારના રોજ સુનવણી દરમ્‍યાન વકીલ ગોપાલ શંકરનારાયણ દ્વારા કહ્યું કે અનામત મુદ્દા પર કેટલાંય રાજયો દ્વારા ઉઠાવામાં આવેલા અલગ-અલગ વિષોયનો છે. અનામત સાથે જોડાયેલા અલગ-અલગ કેસ છે જે આ કેસ સાથે જોડાયેલ છે.

સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે ૧૨૨મી અમેંડમેંટ, આર્થિક આધાર પર ૧૦ ટકા અનામત, જાતિઓમાં ક્‍લાસિફિકેશન જેવા મુદ્દાને પણ ઉઠાવ્‍યો છે.

સુનવણી દરમ્‍યાન વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ કહ્યું કે આ કેસમાં આર્ટિકલ 342 Aની વ્‍યાખ્‍યા પણ સામેલ છે, જે તમામ રાજયોને પ્રભાવિત કરશે. આથી એક અરજી દાખલ કરાઇ છે જેમાં તમામ રાજયોને સાંભળવા જોઇએ, તમામ રાજયોને સાંભળ્‍યા વગર આ કેસમાં નિર્ણય કરી શકાય નહીં.

વરિષ્ઠ વકીલ કપિલ સિબ્‍બલે કહ્યું કે કેસમાં તમામ રાજયો પાસેથી સંવૈધાનિક પ્રશ્ન કરાયો, કોર્ટે માત્ર કેન્‍દ્ર અને મહારાષ્ટ્રની સુનવણી કરવી જોઇએ નહીં, તમામ રાજયોને નોટિસ રજૂ કરવી જોઇએ.

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં મરાઠાઓને અનામત આપવાની વાત લાંબા સમયથી થતી રહી છે. ૨૦૧૮ની સાલમાં રાજય સરકારે શિક્ષણ-નોકરીમાં ૧૬ ટકા અનામત આપવાનો કાયદો બનાવી દીધો હતો. જો કે હાઇકોર્ટે પોતાના એક આદેશમાં તેની મર્યાદાને ઓછી કરી દીધી હતી. પરંતુ જયારે કેસ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્‍યો તો સુપ્રીમ કોર્ટે તેના પર પ્રતિબંધ મૂકી દીધો. સુપ્રીમ કોર્ટે આ કેસને મોટી બેન્‍ચને સોંપી દીધો અને વિવિધ રીતે તેની સુનવણી કરવાની વાત કહી.

 

(3:57 pm IST)