Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

કૃષિ કાનુનને પરત લેવા માટે ગમે તેટલા વર્ષો લાગી જાય પણ કોંગ્રેસ ખેડૂતોની સાથે રહેશેઃ પ્રિયંકા ગાંધી

મેરઠમાં ખેડૂત મહાપંચાયતમાં પ્રિયંકા ગાંધીના સરકાર પર આકરા પ્રહાર

 નવી દિલ્હી : કોંગ્રેસ મહાસચિવ અને ઉત્તર-દેશના પ્રભારી પ્રિયંકા ગાંધીએ મોદી સરકાર પર મેરઠ ખેડુત મહાપંચાયતમાં આકરા પ્રહારો કર્યાં છે. તેમણે કહ્યું કે, જ્યાં સુધી આ કાળા કાનુન પરત નહી ખેંચાય ત્યાં સુધી ખેડુત અને કોંગ્રેસ મક્કમ રહેશે. કેન્દ્રના કૃષિ કાનુન સામે ખેડુતો ઘણાં સમયથી દિલ્હીની બોર્ડર પર આંદોલન કરી રહ્યાં છે. જ્યારે કોંગ્રેસ ખેડુતોને ખુલ્લું સમર્થન આપી રહી છે. એ ક્રમમાં આજે પશ્ચિમ ઉત્તરપ્રદેશના મેરઠમાં કોંગ્રેસ પાર્ટીની ખેડુત મહાપંચાયત મળી હતી  જેમાં પ્રિયંકા ગાંધીએ મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું.

(3:10 pm IST)