Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

ગીતાના શ્‍લોકો અને વર્ણન સાથેનો ગ્રંથઃ કાલે મોદીના હસ્‍તે ૧૧મી આવૃતિનું વિમોચન

ગાંધીનગર તા. ૮ : પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઇ કાલે ૯ માર્ચે નવી દિલ્‍હી ખાતે આવેલા લોકમાન્‍ય તિલક માર્ગ પર સાંજે ૬ વાગ્‍યે ર૧ વિદ્વાનો દ્વારા શ્રીમદ્દ ભગવદ્દ ગીતાના શ્‍લોકો અને તેના વર્ણન સાથે લખવામાં આવેલા ગ્રંથની ૧૧ મી આવૃત્તિનું વિમોચન કરશે. આ પ્રસંગે જમ્‍મુ અને કાશ્‍મીરના લેફટેનન્‍ટ ગવર્નર શ્રી મનોજસિંહા અને ડો. કરણસિંહ પણ ઉપસ્‍થિત રહેશે.

શ્રીમદ્દ ભગવદ્દ ગીતાઃ મૂળ સુલેખનમાં દુર્લભ બહુવિધ સંસ્‍કૃત વર્ણન છે. સામાન્‍ય પણે શ્રીમદ્દ ભગવદ્દ ગીતા એક જ વ્‍યકિત દ્વાા કરેલા વર્ણન સાથે રજુ કરવામાં આવે છે. પ્રથમ વખત, વિવિધ અગ્રણી ભારતીય વિદ્વાનો દ્વારા કરવામાં આવેલા મુખ્‍ય વર્ણનો એક સાથે રજુ કરવામાં આવી રહ્યા છે. જેથી શ્રીમદ્દ ભગવદ્દ ગીતા વિશે એક વ્‍યાપક અને તુલનાત્‍મક મુલ્‍યવાન વર્ણન પ્રાપ્ત થઇ શકે. આ ગ્રંથ, ધર્માથ ટ્રસ્‍ટ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્‍યો છે. જે શંકર ભાષ્‍યથી માંડીને ભાષાનુવાદ સુધીની ભારતીય સુલેખનની અસામાન્‍ય વિવિધતા અને છટા સાથે તૈયાર કરવામાં આવ્‍યો છે. ડો. કરણસિંહ ધર્માર્થ ટ્રસ્‍ટ, જમ્‍મુ કાશ્‍મીરના ચેરમેન છે

(4:33 pm IST)