Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

હવે શિક્ષક બનવા ત્રિ-સ્તરીય પસંદગી પ્રક્રિયામાંથી પસાર થવું પડશે

નવી શિક્ષણ નીતિ અંતર્ગત શિક્ષકોની ભરતી માટે સ્નાતક, અનુસ્નાતક કક્ષાના ગુણ તેમજ ટેટ-ટાટના ગુણ સાથે ઉમેદવારોની ત્રિ-સ્તરીય પસંદગી પ્રક્રિયા યોજાશે

 દર વર્ષે ૫૦ કલાકનો તાલીમી કોર્સ કરવો પડશે, સર્વિસ બૂકમાં નોંધ થશે : લેખિત કસોટી, ઈન્ટરવ્યૂ અને વર્ગખંડ પ્રક્રિયાના માર્ક મેરિટમાં ઉમેરાશે : ૩૩ જિલ્લામાં સ્કૂલ ઓફ એકસેલન્સ, એક લાખ વિદ્યાર્થીઓ સમાવાશે

નવી દિલ્હી,તા. ૮: ગુજરાતમાં હવે શિક્ષક બનવા માટે ત્રિ-સ્તરીય પસંદગી પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. જેમાં લેખિત કસોટી ઉપરાંત ઈન્ટરવ્યૂ અને વર્ગખંડ પ્રક્રિયા નિદર્શનનો સમાવેશ થાય છે. રાજયમાં નવી શિક્ષણ નીતિના અમલને લઈને રચવામાં આવેલી ટાસ્ક ફોર્સની સમિતિએ સરકારને આ અંગે ભલામણ કરી છે. ઉપરાંત શિક્ષકોએ દર વર્ષે ૫૦ કલાકનો તાલિમી કોર્સ પણ કરવાનો રહેશે જેની નોંધ સર્વિસ બૂકમાં પણ કરાશે.નવી શિક્ષણ નીતિ અંતર્ગત પ્રાથમિકથી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ભરતી માટે સ્નાતક, અનુસ્નાતક કક્ષાના ગુણ તેમજ ટેટ-ટાટના ગુણ સાથે ઉમેદવારની ત્રિ-સ્તરીય પસંદગી પ્રક્રિયા યોજવામાં આવશે. જેમાં વૈકલ્પિક પ્રશ્નો તેમજ વર્ણનાત્મક પ્રશ્નો ધરાવતી કસોટીઓ, ઈન્ટરવ્યૂ, તેમજ વર્ગખંડ પ્રક્રિયા નિદર્શનનો સમાવેશ કરવામાં આવશે. આ ઉપરાંત ત્રણેય સ્તરના ગુણ ઉમેરીને મેરિટ લિસ્ટ તૈયાર કરાશે.

નવી શિક્ષણ નીતિમાં રાજયના વંચિત વિસ્તારોમાં ઉચ્ચ ગુણવત્ત્।ાની શૈક્ષણિક તકો વધારવા માટે વિશેષ શિક્ષણ ઝોનની રચના તેમજ રાજયના વિશિષ્ટ પ્રતિભાશાળી અને હોશિયાર વિદ્યાર્થીઓની પ્રતિભાઓ અને રૂચિઓની ઓળખ અને કાળજી લેવા માટેની વ્યવસ્થાનું સૂચન પણ કરવામાં આવ્યું છે. જેથી કરીને રાજયમાં પ્રસ્તાવિત સ્કૂલ ઓફ એકસલન્સ પ્રોજકેટમાં આ બાબતોને આવરી લેવામાં આવેલી હોઈ ટાસ્ક ફોર્સના સભ્યો દ્વારા સર્વાનુમતે સંમતિ આપવામાં આવી છે.

રાજયમાં એકસેલન્સ પ્રોજેકટ અંતર્ગત ધોરણ ૬થી ૧૨ના વિદ્યાર્થીઓને સમાવતી નિવાસી શાળાઓ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવે તેવી ભલામણ કરવામાં આવી છે. જેથી રાજયમાં સ્કૂલ ઓફ એકસેલન્સ અંતર્ગત નિવાસી શાળાઓ શરૂ કરાશે. આ શાળાઓ ૩૩ જિલ્લામાં શરૂ કરાશે, જેમાં એક સ્કૂલમાં ૩ હજાર લેખે ૩૩ જિલ્લામાં ૧ લાખ બાળકોને સમાવવામાં આવશે. આ માટે ઉચ્ચ ગુણવત્ત્।ા ધરાવતા અને અનુભવી શિક્ષકોની કોન્ટ્રાકટ ધોરણે નિમણૂક કરાશે.

(12:01 pm IST)