Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

તનાવ ભર્યા યુગમાં વરદાનરૂપ વિશ્વવ્યાપી ઓશો સક્રિય ધ્યાન

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૧ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. : સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

પ્રશ્નઃ- શું તેજ શ્વાસને ત્રણેય ચરણોમાં ચાલુ રાખી શકાય ?

જ.:- તમારા ઉપર આધાર છે. પહેલા ચરણમાં રાખવાનો છે., તે સારૂ પહેલા ચરણમાં દશ મિનિટ બંધ કરશો નહિ. તેના પછી તમારા ઉપર આધાર છે. જો તમને સુવિધા પૂર્વક લાગે તો તમે બાકીના બે ચરણોમાં અથવા એક ચરણમાં ચાલુ રાખી શકો છો. ચોથા ચરણમાં ચાલુ રાખવાનો નથી, તે ખૂબ સારૂ પહેલા ચરણમાં ચાલુ જ રાખવાનો છે.  ચોથા ચરણમાં ચાલુ રાખવાનો નથી. બાકી બે ચરણોમાં તમારી પોતાની સુવિધાની વાત છે. તમને લાગે કે તમે નાચવા, કુદવા, રાડો પાડવાની સાથે ઉંડો શ્વાસ ચાલુ રાખી શકો તો રાખો. હું કોણ છું ? પૂછવાનું સાથે રાખી શકો છો તો રાખો પરંતુ મહત્વ બીજા ચરણમાં કૂદવાનું નાચવાનું, રડવા-રાડો પાડવાનું હશે, પ્રાધાન્ય તેના પર હશે શ્વાસ ગૌણ હશે. મુખ્ય નથી. ત્રીજા ચરણમાં, હું કોણ છું? તેની પૂછપરછ મુખ્ય હશે, શ્વાસ ગૌણ હશે અને ન રાખી શકો તો કોઇ વાંધો નથી. પહેલા ચરણમાં પર્યાપ્ત છે.

સવાલ  વધારે વખત ઉંડા શ્વાસ રાખવાનો નથી, સવાલ દશ મિનિટ આંતરિક ગહરાઇનો છે, બાહ્ય નહિ.  ત્રીસ મિનિટ પણ જો તમે ધીરે-ધીરે ચહેરો રાખશો તો પણ પરિણામ નહિ આવે અને દશ મિનિટ પણ જો પૂરી તાકત રાખશો તો પરિણામ આવશે. એટલા માટે પરિણામ આંતરિકનું છે, એકસટેશનનું નહિ વિસ્તારનું નહિ, ગહરાઇનું છે, ગહરાઇ પર ધ્યાન આપો.

આજના મનુષ્યના ચિતની અવસ્થા જોઇને ઓશે કહે છે. ''મનુષ્ય વિક્ષિપ્ત છે, એવું નથી કે થોડાક લોકો વિક્ષિપ્ત છે, આખી  મનુષ્યતાજ વિક્ષિપ્ત છે દરેક મનુષ્યની વિક્ષિપ્તતા સામાન્ય સ્થિતિ થઇ ગઇ છે એવું કેમ?

આપણે બધાને દમિત' બનાવી દિધા છે બધાજ રીતની વાતોને અંદર ધકેલીને તે અંદર-અંદર ખુલી રહી છે . તે બધાને જે આપણા સમાજમાં ઉછરીને આગળ વધ્યા છે.'

તમે ક્રોધ, કામ, હિંસા, લોભ બધુજ ભેગુ કરી લીધું છે હવે તે ભેગુ કરેલું તમારી અંદર વિક્ષિપ્તા બની ગયું છે.

પશ્ચિમના મોટાભાગના મનૌ ચિકિત્સકોના મત અનુસાર આજની વિક્ષિપ્ત મનુષ્યતા માટે, ચિંતાથી મુકત કરવા માટે ''સક્રિય ધ્યાન'' ખરેખર ઉપાય સાબિત થઇ રહ્યું છે.

સક્રિય ધ્યાન અત્યારના મનુષ્ય માટે છે. કારણ કે તે વિક્ષિપ્ત છે. મુશ્કેલીમાં છે. બેચેન છે,  ચિંતામાં છે.

-ઓશો

ધ્યાનકે કમલ

સંકલન : સ્વામી સત્યપ્રકાશ-

૯૪૨૭૨-૫૪૨૭૬

સંકલનઃ

સ્વામિ સત્યપ્રકાશ

૯૪ર૭ર પ૪ર૭૬

(12:00 pm IST)