Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

ઓલિવિયર ૨૦૦૨થી લેસ રિપબ્લિક પાર્ટીના હતા ધારાસભ્ય

હેલિકોપ્ટર દુર્ઘટનામાં ફ્રાન્સના અબજપતિ રાજનેતા : ઓલિવિયર દસોલ્ટનું મોત

પેરિસ તા. ૮ : ફ્રાન્સના અબજપતિ અને સાંસદ સભ્ય રાજનેતા ઓલિવિયર દસોલ્ટનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત થયું છે.

ફાન્સના રાષ્ટ્રરતિ ઈમૈનુઅલ મૈક્રોને ટ્વિટ કરી કહ્યું કે ઓલિવિયર ડસોલ્ટ ફ્રાન્સને પ્રેમ કરતા હતા. તેમણે ઉદ્યોગ, કાયદા નિર્માતા, સ્થાનીય નિર્વાચિત અધિકારી, વાયુ સેનામાં કમાન્ડરના રૂપમાં દેશની સેવા કરી. તેમના આકસ્મિત મોતથી મોટી ખોટ સર્જાઈ છે.

દસોલ્ટ ૬૯ વર્ષના હતા. તે ફ્રાંસીસી અબજપતિ ઉદ્યોગપતિ સર્જ દસોલ્ટના સૌથી મોટા દીકરા હતા. જેમનું ગ્રુપ રાફેલ યુદ્ઘક વિમાનોનું નિર્માણ કરે છે. સાથે આ ગ્રુપના નામે ફિગારો નામનું એક અખબાર પણ છે.

ઓલિવિયર ૨૦૦૨થી લેસ રિપબ્લિક પાર્ટીના ધારાસભ્ય હતા અને તેમના બન્ને ભાઈ અને બહેન હતા. સાથે તે પરિવારના ઉત્તરાધિકારી હતા. તેમના દાદા માર્સેલ એક વિમાનની એન્જિનિયર અને પ્રતિષ્ઠિત શોધકાર હતા.  તેમણે પ્રથમ વિશ્વ યુદ્ઘ દરમિયાન ફાન્સીસી વિમાનોમાં ઉપયોગમાં લેવામાં આવનારા એર પ્રોપેલર વિકસિત કર્યો હતો જે આજે પણ વિશ્વભરમાં પ્રસિદ્ઘ છે.

(11:06 am IST)