Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

ઓ બાપ રે... કેરીનો આટલો બધો ભાવ

હરાજીમાં ૫ ડઝન હાફૂસ ૧ લાખ રૂપિયામાં વેચાઇ

મુંબઇ તા. ૮ : કોંકણની બાગાયતી ખેતીની કેરીઓની દસ પેટીઓ શુક્રવારે મુંબઈમાં લિલામ થઈ હતી. જેમાં રાજાપુરના બાબુ અવસરેની પાંચ ડઝન હાફૂસ કેરીની પેટીઓ એક લાખ રૂપિયામાં વેંચાઈ છે. હાફૂસની પ્રથમ પેટી વ્યાપારી રાજેશ અથાયડે ૧,૦૦,૦૦૦ રૂપિયામાં ખરીદી છે. કાર્યક્રમના પ્રમુખ પાદુકણે અને વિધાન પરિષદના વિરોધી પક્ષના નેતા પ્રવીણ દરેકરે ચાર ખેડૂતોની મુહૂર્તની પેટીઓ ખરીદી હતી. પ્રત્યેક પેટી ૨૫,૦૦૦ રૂપિયામાં વેચાઈ. નિલામીના કાર્યક્રમમાં કુલ ૩,૧૦,૦૦૦ જમા થયા હતા.

આ કાર્યક્રમમાં સહભાગી થયેલા દરેક ખેડૂતને ૩૧ હજાર રૂપિયા પ્રમાણે આ રકમ સરખે ભાગે આપવામાં આવશે. મહારાષ્ટ્રના વિવિધ ક્ષેત્રમાંથી કુલ દસ ખેડૂતો આ લિલામીમાં સહભાગી થયા હતા.

હાફૂસ કેરીઓ વિશ્વના બજારોમાં વેચાણ માટે ઉપલબ્ધ કરી આપીને ખેડૂતોને અધિક સ્વાવલંબી બનાવવા માટે ગ્લોબલ કોંકણ અને માપકો આ મેંગોટેક પ્લેટફોર્મ દ્વારા પ્રોત્સાહન મળે છે.

આ માધ્યમથી વિજયદુર્ગ, રાજાપુર, દેવગઢ, રત્નાગિરી અને કોંકણના અન્ય ભાગમાંની ઉત્કૃષ્ટ દરજ્જાની અને કોઈ પણ ભેળસેળ વગરની કેરીઓ વિશ્વભરના ગ્રાહકોને મળશે તેનું ગ્લોબલ કોંકણના સંચાલક સંજય યાદવરાવે જણાવ્યું હતું.

(11:04 am IST)