Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

NDA શાસનકાળમાં CAG ઓડિટ લુલુ-લંગડુ થઈ ગયું

યુપીએના શાસન વખતે સુપ્રિમ કોર્ટે સીબીઆઈને 'પિંજરે મેં બંધ તોતા' ગણાવી હતી તો હવે આ સરકારમાં CAGના હાલ પણ આવા જ : છેલ્લા ૫ વર્ષમાં કેગના રિપોર્ટની સંખ્યા ૫૫થી ઘટી માત્ર ૧૪ થઈ ગયાઃ ડિફેન્સ ઓડિટ સાથે જોડાયેલ રિપોર્ટની સ્થિતિ અત્યંત ખરાબઃ ૨૦૧૭માં સંખ્યા હતી ૮ તો ૨૦૨૦માં શૂન્ય

નવી દિલ્હી, તા. ૮ :. યુપીએના શાસનકાળમાં સુપ્રીમ કોર્ટે સીબીઆઈને પીંજરામાં પુરાયેલો પોપટ ગણાવ્યો હતો. મોદી સરકારમાં જોઈએ તો આવી જ કંઈક હાલત કેગ (સીએજી) (કન્ટ્રોલર એન્ડ ઓડીટર જનરલ)ની લાગે છે. ન્યુ ઈન્ડીયન એકસપ્રેસનો રિપોર્ટ કહે છે કે છેલ્લા પાંચ વર્ષો દરમિયાન કેગના ઓડીટ રિપોર્ટની સંખ્યા ૫૫થી ઘટીને ૧૪ થઈ ગઈ છે. ડીફેન્સ ઓડીટ અંગેના રિપોર્ટની હાલત તો વધારે ખરાબ છે. ૨૦૧૭માં તેની સંખ્યા ૮ હતી જે ગયા વર્ષે શૂન્ય પર પહોંચી ગઈ હતી.

કેગનું કામ એ શોધવાનુ છે કે સરકારી નાણાનો ઉપયોગ નિયમો મુજબ યોગ્ય રીતે થયો કે નહિં ? એટલા માટે આ સંસ્થા સરકારી ખર્ચનું ઓડીટ કરે છે. રિપોર્ટની સંખ્યામાં ઘટાડાથી એવું લાગે છે કે કાં તો કેગે ઓછા મામલાઓ પર ધ્યાન આપ્યુ છે અને કાં તેને કોઈ ખાતામાં કોઈ ગરબડ જોવા નથી મળી. આ સંસ્થાના કારણે જ રજી, કોલ બ્લોક ઓકશન, આદર્શ હાઉસીંગ સોસાયટી જેવા કૌભાંડો બહાર આવ્યા હતા. કેગના કારણે જ મનમોહનસિંહની ઈમાનદાર તસ્વીર ઝાંખી પડી હતી અને તેના લીધે યુપીએ સત્તા પરથી ફેંકાઈ હતી.

ન્યુ ઈન્ડીયન એકસપ્રેસની આરટીઆઈના જવાબમાં જણાવાયુ છે કે શરૂઆતમાં મોદી સરકાર કેગ બાબતે સજાગ હતી એટલે જ સંસદમાં મુકાયેલ રિપોર્ટની સંખ્યા છેલ્લા દસ વર્ષોમાં સૌથી વધારે હતી, પણ સમયની સાથે આ સંખ્યા ઘટતી ગઈ. ડીફેન્સ જેવી જ હાલત રેલ્વેની પણ છે. ૨૦૧૭માં રેલ્વે અંગે કુલ પાંચ રીપોર્ટ તૈયાર કરાયા હતા જે ગયા વર્ષે ઘટીને એક થઈ ગયો હતો.

આઈએએસ ઓફિસર રહેલા જવાહર સીરકર કહે છે કે આ ખોટુ છે. કેગનું કામ લોકોના પૈસાના ઉપયોગ ઉપર નજર રાખવાનું છે. જો સંસ્થા કામ નહિ કરે તો તેને કેવી રીતે ખબર પડશે કે સરકારની ખામી કયાં-કયાં છે ? તેઓનું કહેવુ છે કે કેગની ધાર સમાપ્ત થઈ રહી છે. જે ધાર વિનોદ રાયના સમયમાં હતી તે હવે જોવા નથી મળતી. સંસ્થાએ નોટબંધી જેવા મહત્વના મામલે ઓડીટ કરવાની પણ જહેમત નથી ઉઠાવી. કેગએ જોવાનું હતુ કે ૧૦૦૦ની નોટ ઉપર પ્રતિબંધ કરવાની શું અસર પડી?

લોકસભામાં સેક્રેટરી રહી ચૂકેલા પીડીટી આચાર્યના કહેવા મુજબ કેગનુ કામ સરકાર અને પબ્લિક સેકટરના ખર્ચ ઉપર ધ્યાન રાખવાનું છે. જો ઓડીટ રીપોર્ટ ઘટે તો એ સ્પષ્ટ થાય છે કે કેગના કામકાજનો દાયરો ઘટી રહ્યો છે.

(11:01 am IST)
  • કેન્દ્ર સરકારે દેશની ૪૪ કંપનીઓને ડિફેન્સ ક્ષેત્રમાં એફડીઆઈની મંજૂરી આપી: આ કંપનીઓ સીધું વિદેશી રોકાણ સ્વીકારી શકશે: એફડીઆઈ અંતર્ગત કંપનીઓને ૪૧૯૧ કરોડ રૂપિયા મળે તેવી શક્યતા: આ રકમ સંરક્ષણ ક્ષેત્રે ઉત્પાદન માટે ખર્ચાશે: રોકાણમાંથી એરક્રાફ્ટ, ડિફેન્સ સિસ્ટમ, રડાર સિસ્ટમ વગેરેનું દેશમાં જ નિર્માણ થઈ શકશે access_time 1:07 am IST

  • સંઘ પ્રદેશના દમણમાં આજે રવિવારે એકી સાથે 9 જેટલા કોરોનાનાં પોઝિટિવ કેસ સામે આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું access_time 11:31 pm IST

  • દેશમાં કોરોનાના નવા કેસમાં ઝડપી વધારો : નવા કેસ કરતા રિકવર થનારની ઘટતી સંખ્યા : એક્ટિવ કેસમાં પણ વધારો :રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 18, 433 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,12,29,054 થઇ :એક્ટિવ કેસ 1,85,932 થયા વધુ 14,051 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,08,80,628 થયા :વધુ 86 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,57,879 થયા: દેશમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં નવા 11.141 નવા કેસ નોંધાયા access_time 12:05 am IST