Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

લગ્નની સીઝન સુધીમાં સોનાનો ભાવ ૪૨૦૦૦ થવાના એંધાણ

સોનની ચમક ફીકકી પડી રહી છે : ૧ વર્ષમાં રૂ. ૫૬૮૬ સસ્તુ થયું : ૧ સપ્તાહમાં જ રૂ. ૧૪૬૦ ઘટી ગયા ભાવ : ચાંદીની ચમક પણ ઝાંખી પડી : સોનાનો ભાવ રૂ. ૪૨૦૦૦ થશે એ માટે કારણો કયા કયા છે ? રસપ્રદ માહિતી

નવી દિલ્હી તા. ૮ : છેલ્લા ૩૦ વર્ષોમાં સોનાની સૌથી ખરાબ શરૂઆત બાદ હજુ પણ સોનાની કિંમતોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ફેબ્રુઆરીમાં ૩૦૦૦ રૂપિયા સુધી સોનું સસ્તુ થયું છે અને સોનાની રંગત ધીરે ધીરે ઉડતી જોવા મળી રહી છે. આ મહિને અત્યાર સુધીમાં સોનું ૨૦૫૪ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ સસ્તુ થયું છે. સર્રાફા બજારમાં ૨૬ ફેબ્રુઆરીએ ૨૪ કેરેટ સોનાની કિંમત ૪૬૫૭૦ રૂપિયા હતી. ૫ માર્ચે સોનું ૪૪૫૧૬ રૂપિયા પર બંધ થયું હતું. જો આ ઘટાડો સતત ચાલુ રહેશે તો એક મહિનામાં સોનું ૪૨૦૦૦ રૂપિયાના ભાવે આવશે. ઉલ્લેખનીય છે કે બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર ૧૯૯૧માં સોનાની શરૂઆત સૌથી ખરાબ થઈ હતી અને હવે ૨૦૨૧માં સોનાની સૌથી ખરાબ શરૂઆત રહી છે.

સોનું છેલ્લા એક અઠવાડિયામાં ૧૪૬૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ સસ્તુ થયું છે. ૧ માર્ચે તે ૪૫૯૭૬ રૂપિયા પર બંધ થયું હતું તો ૫ માર્ચ સુધીમાં ૫૬૮૬ રૂપિયા સુધી સસ્તુ થયું છે. જો તેના ઉચ્ચતમ રેટ સાથે તુલના કરીએ તો તે ઓલ ટાઈમ હાઈ ૫૬૨૫૪થી લગભગ ૧૧૭૩૮ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ સસ્તુ થયું છે.

આ વર્ષે સોનાની ચમક તો ઘટી છે પણ સાથે ચાંદીની ચમક પણ ફીક્કી પડી છે. એક અઠવાડિયામાં શરાફ બજારમાં ચાંદીનો હાજર ભાવ ૩૩૩૮ રૂપિયા પ્રતિ કિલો રહ્યો છે. આ વર્ષની વાત કરીએ તો ચાંદી ૨૨૫૫ રૂપિયા સસ્તુ થયું છે. ગયા વર્ષના તેના ઉચ્ચતમ ભાવની સાથે તુલના કરીએ તો ચાંદીમાં અત્યાર સુધી ૧૦૮૮૦ રૂપિયાનો ઘટાડો થયો છે. છેલ્લા વર્ષે ૭ ઓગસ્ટે ચાંદી ૭૬૦૦૮ રૂપિયા કિલો હતી જયારે અત્યારે તે ૬૫૧૨૮ રૂપિયા પર આવી છે.

મળતી માહિતી અનુસાર ઘરેલૂ બજારમાં સોનું ૪૨૫૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ આવી શકે છે. આ સાથે આ ૫ કારણોના કારણે પણ સોનાના ભાવમાં મોટો ઘટાડો આવી રહ્યો છે.

 ઈમ્પોર્ટ ડ્યૂટમાં ૨.૫ ટકાના ઘટાડાની સાથે સીધી અસર ગોલ્ડ અને સિલ્વર માર્કેટ પર થઈ રહી છે. ડોલર ઈન્ડેકસ જયારે નબળો થયો ત્યારે સોનાનો ભાવ ચઢી રહ્યો હતો. હવે તે સ્ટેબલ થતો જોવા મળી રહ્યો છે. ડોલર ઈન્ડેકસ ૯૧ પર આવ્યો છે. તેની અસર સોનાના ભાવ પર થઈ રહી છે.

યૂએસમાં બાંડ યીલ્ડનું વધવું પણ એક કારણ છે. આ હવે ૧.૪ ટકા પર પહોંચ્યો છે. આ બાંડ યીલ્ડનું વધવું ગોલ્ડના માટે નેગેટિવ હોય છે.

ઈટીએફમાં નફાવસૂલી વધી રહી છે. કોરોના વાયરસના કારણે લોકોની ચિંતા ઘટી છે તેનાથી પણ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

રોકાણના આધારે સૌથી સુરક્ષિત માનવામાં આવતું સોનું લોકોને રૂપિયા થોડા જોખમવાળી જગ્યા પર લગાવવાનું છે. જેમકે બિટકોઈન અને ઈકિવટી. આ બંનેમાં રોકાણકારોનો રસ વધી રહ્યો છે. ગોલ્ડ અને સિલ્વરનો રેશિયો ઘટતો જોવા મળે છે.

ચીન, સિંગાપુર, હોંગકોંગમાં સોનાની માંગ વધી છે અને ભાવ ઘટવાથી ઘરેલૂ માર્કેટમાં ખરીદદારો વધશે. જયારે ચાંદી ૬૩૦૦૦ રૂપિયાથી ૭૧૦૦૦ રૂપિયાની વચ્ચે રહી શકે છે. ઓછા ભાવ હોવાના કારણે પણ લોઅર લેબલ પર ખરીદી વધી રહી છે. જો આ કારણે સોનાના રેટમાં વધારો આવ્યો તો તે ૪૬૫૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ જઈ શકે છે. સોનાના રેટમાં ફેબ્રુઆરીમાં સૌથી મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. શરાફ બજારમાં સોનાના રેટમાં ૩૦૦૦ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે તો સોનું ઉચ્ચતમ રેટથી ૧૧૦૦૦ રૂપિયાથી વધુ સસ્તુ થયું છે.

(11:00 am IST)