Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

ઈકવેટોરિયલ ગિનીમાં બ્લાસ્ટઃ ૧૭ના મોત, ૪૦૦થી વધારે ઘાયલ

નવી દિલ્હી,તા. ૮: રાષ્ટ્રપતિ તિયોદોરો ઓબિયાંગે જાણકારી આપી છે જે વિસ્ફોટ સૈન્ય અડ્ડા પર થયો તે ડાયનામાઈટના ઉપયોગ સાથે જોડાયેલી બેદરકારીના કારણે થયો છે. રાષ્ટ્રપતિ તિયોદોરો ઓબિયાંગે પહેલા સૂચના આપી હતી કે ૧૫ લોકોના મોત થયા છે અને ૫૦૦ લોકો ઘાયલ છે. પરંતુ સ્વાસ્થ્ય મંત્રાલયે બાદમાં કહ્યું કે બાટા શહેરમાં એક બાદ એક વિસ્ફોટમાં ૧૭ લોકોના મોત થયા છે અને ૪૦૦ લોકો ઘાયલ છે.

 રિપોર્ટમાં એમ પણ લખવામાં આવ્યું કે લોકોને વિસ્ફોટના કાટમાળમાંથી લાશોને ખેંચતા જોવા મળ્યા છે. સોશિયલ મીડિયા અને કેટલીક સરકારી ટીવીમાં આ ઘટનાના ધમાકાની તસ્વીર સામે આવી છે.  જેને જોઈને અદાજો લગાવી શકાય છે કે આ કેટલો મોટો વિસ્ફોટ હતો. તસ્વીરમાં બાટા શહેરની ઉપર મોટા ઘૂમાડાના કાળા વાદળો નજરે પડી રહ્યા છે.  ઘટનાસ્થળ પર રાહત અને બચાવ કાર્ય ચાલુ છે.

(10:18 am IST)