Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામના મોટાભાઈનું 104 વર્ષની વયે નિધન થયું

તમિલનાડુના રામેશ્વરમમાં મોહમ્મદ મુતુ મીરા લેબ્બૈ મરૈકયરનું પોતાના ઘર પર નિધન

નવી દિલ્હીઃ પૂર્વ રાષ્ટ્રપતિ ડો. એપીજે અબ્દુલ કલામના મોટા ભાઈ મોહમ્મદ મુતુ મીરા લેબ્બૈ મરૈકયરનું તમિલનાડુના રામેશ્વરમમાં પોતાના ઘર પર નિધન થયું છે. તેઓ 104 વર્ષના હતા. મીડિયા અહેવાલો પ્રમાણે મોહમ્મદ મુતુ ઉંમર સંબંધિત બીમારીઓનો સામનો કરી રહ્યા હતા. આ સિવાય તેમની એક આંખમાં ઇન્ફેક્શન પણ થઈ ગયું હતું. તેમણે આજે સાંજે 7 કલાક આસપાસ અંતિમ શ્વાસ લીધા હતા.

 રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ પહેલા જ આ દુનિયાને અલવિદા કહી ચુક્યા છે. તેમનું નિધન 27 જુલાઈ 2015ના મેઘાલયના શિલોન્ગમાં થયું હતું.

(12:00 am IST)