Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

મહિલા દિવસ પર વિશેષ ભેટ : તમામ મહિલાઓને મળશે સ્મારકો અને સ્થાપત્યોમાં ફ્રીમાં એન્ટ્રી : નહીં લેવી પડે ટિકિટ

8 માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે. આ અવસરે મહિલાઓ માટે દેશમાં આવેલા સ્થાપત્યોને જોવા માટે કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવશે નહીં. ભારતીય પુરત્તત્વ સર્વેક્ષણે શનિવારના રોજ એક આદેશમાં કહ્યુ હતું કે, બંને વિદેશી અને ભારતીય મહિલાઓને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર ચિન્હિત કરવા માટે 8 માર્ચના રોજ તમામ કેન્દ્રીય સંરક્ષિત સ્મારકોમાં મફત પ્રવેશ આપવાની મંજૂરી આપવામાં આવે છે. એએસાઈ અંતર્ગત દેશમાં 3691 કેન્દ્ર સંરક્ષિત સ્થાપત્યો છે.

એએસઆઈના મહાનિર્દેશકે આદેશ આપ્યો છે કે, 'તમામ મહિલાઓને કેન્દ્રીય સંરક્ષિત સ્મારકો અને પુરાતાત્વિક સ્થળો પર કોઈ પણ પ્રકારનો ચાર્જ આપવાનો રહેશે નહીં.

પ્રાચીન સ્મારક અને પુરાત્તત્વ સ્થળ અને અવશેષ નિયમ, 1959ની બીજી અનુસૂચિમાં 8 માર્ચ 2021ના નિર્દિષ્ટ, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસર.'

મહિલાઓને આગળ વધારવા માટે દેશમાં કેટલીય સરકારી યોજનાઓ ચાલી રહી છે. દેશની મહિલાઓ પણ પોતાના પગે ઉભી થઈને આગળ ચાલતી થઈ છે. સાથે સાથે તે દેશનું નામ પણ રોશન કરી રહી છે. સામાન્ય દિવસોમાં પણ એવી ખબરો આવતી હોય છે. જેમાં મહિલા સાથે જોડાયેલા ગર્વની વાત આપણને જાણવા મળે છે.

(12:00 am IST)