Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

મહારાષ્ટ્રમાં કોરોનાએ ફરી કહેર વર્તાવ્યો : નવા 11 હજારથી વધુ કેસ નોંધાયા : 38 દર્દીઓના મોત

મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1,360 કેસ નોંધાયા

મુંબઈ : મહારાષ્ટ્રમાં સતત ત્રીજા દિવસે કોરોનાના નવા કેસો 10 હજારથી વધુ આવ્યા છે. આ સાથે જ 7 માર્ચને રવિવારે કોરોનાના નવા કેસો 11 હજારને પાર થયા છે. મહારાષ્ટ્રમાં 7 માર્ચને રવિવારના દિવસે કોરોનાના નવા 11,141 કેસ સામે આવ્યા, જ્યારે કોરોનાના કારણે 38 દર્દીઓના મૃત્યુ થયા છે. આ સાથે રાજ્યમાં કોરોના દર્દીઓની કુલ સંખ્યા વધીને 22,19,727 થઈ ગઈ છે, જ્યારે મૃત્યુઆંક વધીને 52,478 થયો છે. મહારાષ્ટ્રમાં 7 માર્ચે કોરોનાના 6,013 દર્દીઓ સાજા થતા તેમને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા, આ સાથે જ રાજ્યમાં કોરોનાને મ્હાત આપનાર લોકોની સંખ્યા 20,68,044 થઈ છે. આ રોગમાંથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને 20,68,044 થઈ ગઈ છે.

  સક્રિય કેસનો આંકડો 97,983 પર પહોંચી ગયો છે. હારાષ્ટ્રમાં કોરોનાના એક્ટીવ કેસો 97,983 થયા છે, જલ્દી જ એક્ટીવ કેસો 1 લાખને પાર જવાની શક્યતા છે. મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1,360 કેસ સામે આવ્યા છે, જ્યારે આ સમયગાળામાં કોરોનાને કારણે 5 દર્દીઓના મૃત્યુ થયા છે.

(12:00 am IST)