Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

અમેરિકામાં ગુજરાતી દંપતી પર ફાયરીંગ થતા પત્‍નિનું કરૂણ મોત

અમેરિકાના મેરીલેન્‍ડમાં મુળ સુરતના રહીશ દંપતિ પર લૂંટના ઇરાદે ફાયરીંગ કર્યુ હતું

ન્યૂજર્સી: અમેરિકામાં લૂંટના ઈરાદે ગુજરાતીઓ પર હુમલો અને ગોળી મારીને હત્યા કરવાની ઘટનાઓ અવારનવાર સામે આવતી રહે છે, ત્યારે આજે વધુ એક સુરતના દંપતી પર લૂંટના ઈરાદે ફાયરિંગની ઘટના સામે આવી છે. અમેરિકાના મેરિલેન્ડમાં સ્થાઈ થયેલા ગુજરાતી દંપતી પર ફાયરિંગમાં પત્નીનું મોત નીપજ્યું છે, જ્યારે પતિને ગંભીર હાલતમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

 

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, મૂળ સુરતના ભરથાણાનો કણબી પટેલ પરિવાર છેલ્લા 20 વર્ષથી અમેરિકામાં સ્થાઈ થયો છે. અહીંના મેરીલેન્ડમાં તેઓ મોટેલના બિઝનેશ સાથે સંકળાયેલા છે. શુક્રવારે દિલીપ અને તેમના પત્ની ઉષા પટેલ પોતાની હોટલ પર હતા. આ દરમિયાન કેટલાક અજાણ્યા શખ્સો અચાનક હોટલમાં ઘૂસી આવ્યા હતા અને લૂંટના ઈરાદે દંપતિ પર ફાયરિંગ કરીને ફરાર થઈ ગયા હતા. 

હુમલા બાદ ઈજાગ્રસ્ત દંપતીને તાત્કાલીક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ઉષાબેનનું મોત નીપજ્યું હતુ, જ્યારે દિલીપભાઈની સારવાર ચાલી રહી છે. આ અંગેની જાણ થતાં સુરતમાં રહેતા તેમના પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે.

(1:28 pm IST)
  • સંસદના બજેટ સત્રના બીજા ભાગનો આજથી પ્રારંભ : સંસદના બજેટ સત્રના બીજા ભાગનો આજથી પ્રારંભ થઇ રહ્યો છે પણ તેનો સમય ઘટવાની શકયતા છે કેમકે મોટાભાગના ટોચના રાજકારણીઓ માર્ચ-એપ્રિલમાં થનારી ચૂંટણીના પ્રચારમાં વ્યસ્ત રહેશે. access_time 3:02 pm IST

  • ૩ હજાર કેન્દ્રોમાં રસી ઉપલબ્ધ : આરોગ્ય પ્રધાને સોમવારથી ૩૦૦૦ કેન્દ્રોમાં રસી ઉપલબ્ધ કરાવવા અધિકારીઓને સૂચના આપી હોવાનું એક નિવેદનમાં કહેવાયું છે. access_time 3:01 pm IST

  • આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ વિશેષ : રૂઢિચુસ્ત બંધનોને તોડીને 24 વર્ષીય મેહરીન અમીન કાશ્મીરની પ્રથમ મહિલા ફિટનેસ ટ્રેનર અને જીમ માલિક બની : તે હવાલ વિસ્તારની ઇસ્લામીયા કોલેજ પાસે ‘ફિટનેસ હબ હેલ્થકેર સેન્ટર’ જીમ ચલાવી રહી છે access_time 9:38 pm IST