Gujarati News

Gujarati News

News of Friday, 8th March 2019

બેરોજગારી પર સવાલ કરવો યુવકને ભારે પડ્યો ભાજપ કાર્યકરોએ ધોલાઈ કરી :વિડિઓ વાયરલ

ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરમાં એક યુવકને કેન્દ્રં સરકાર વિરુદ્ધ બોલવું ભારે પડ્યું

નવી દિલ્હી :લોકસભા ચૂંટણી વચ્ચે એકબીજા પર આરોપ-પ્રત્યારોપ સામાન્ય બાબત છે રાજનૈતિક દળો વચ્ચે વાદવિવાદ નવી વાત નથી. પરંતુ ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરમાં એક યુવકને બેરોજગારી પર સવાલ કરવું ખુબ જ ભારે પડી ગયું. કેન્દ્રં સરકાર વિરુદ્ધ બોલવું તેને ભારે પડ્યું છે.

   મુજફ્ફરનગરના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ યુવકની પીટાઈ કરી નાખી. આ મારપીટનો વીડિયો સોશ્યિલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં સાફ જોવા મળી રહ્યું છે કે કઈ રીતે ભાજપના કાર્યકર્તાઓ યુવકની પીટાઈ કરી રહ્યા છે. જે યુવકની ભાજપના કાર્યકર્તાઓ પીટાઈ કરી રહ્યા છે તે એક વિધાર્થી યુવક જણાવવામાં આવી રહ્યો છે.

  આ મામલો ટીવી ચેનલની એક ડિબેટથી શરુ થયો, જ્યાં શૉ દરમિયાન યુવકે કેન્દ્ર સરકાર સામે બોલવાનું ચાલુ કર્યું અને બેરોજગારી મુદ્દે સવાલ ઉઠાવવાનું શરુ કરી દીધું. ટીવી શૂટ દરમિયાન યુવકે ભાજપા સરકાર સામે અવાઝ ઉઠાવ્યો, તો ભાજપના કાર્યકર્તાઓને તે ગમ્યું નહીં. તેમને શૉ દરમિયાન જ યુવકની પીટાઈ શરુ કરી દીધી

(12:48 pm IST)