Gujarati News

Gujarati News

News of Friday, 8th March 2019

મધ્યપ્રદેશની કમલનાથ સરકારની મોટી જાહેરાત :અન્ય પછાત વર્ગોને અનામત 14 ટકાથી વધારી 27 ટકા આપશે

આર્થિક નબળા લોકોને નોકરીમાં 10 ટકા આરક્ષણ પ્રાવધાન પણ લાગુ કરશે

 

લોકસભા ચૂંટણી પહેલા મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ સરકારે મોટી જાહેરાત કરી છે મુખ્યમંત્રી કમલનાથે પછાત વર્ગના આરક્ષણને વધારવાની તૈયારી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે મધ્યપ્રદેશ સરકાર અન્ય પછાત વર્ગોને આરક્ષણના 14 ટકામાંથી વધારીને 27 ટકા આપશે. સાથે રાજ્ય સરકાર સામાન્ય વર્ગના આર્થિક રીતે નબળા નાગરિકોને સરકારી નોકરીઓમાં 10 ટકા આરક્ષણ પ્રવધાન પણ લાગુ કર

    સાગર જિલ્લામાં ગઈ કાલે જય કિસાન ફસલ ઋણ માફી યોજનામાં ખેડૂતોને પ્રમાણપત્ર વિતરણ કર્યા બાદ સંબોધિત કરતા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે સમાજમાં દરેક વર્ગને આગળ વધવાનો અવસર પ્રાપ્ત થાય માટે સરકાર પ્રતિબદ્ધ હોવાનું જણાવ્યું હતું.

  કમલનાથના નિવેદન બાદ બીજેપી બેડામાં હલચલ મચી ગઈ હતી. અને પાર્ટી દોડતી થઈહતી 

કમલનાથે કહ્યું હતું કે, ખેડૂતોની ખુશહાલી અને નવયુવાનોની પ્રગતિ માટે સરકાર સતત 70 દિવસોથી કામ કરી રહી છે. મુખ્યમંત્રીનું પદ સંભાળતા ખેડૂતોની કર્ઝમાફી કરવમાં આવી. સાથે યુવાનોને રોજગાર દેવા માટે યુવા સ્વાભિમાન જેવી યોજનાઓ લાગુ કરી દીધી

  વધુમાં મુખ્યમંત્રીએ કહ્યું કે, અમે કૃષિ ક્ષેત્ર પર આધારિત 70 ટકા લોકોને સશક્ત બનાવવા માટે કામ કરીશું. અમારું લક્ષ્ય છે કે અમે કૃષિ ક્ષેત્રમાં એવી ક્રાંતિ લાવશું કે પૂરા દેશમાં વિકાસનો નકશો બદલી જશે. અર્થવ્યવસ્થાની કમર એટલે અમારા ખેડૂતો છે. અને મહેનત કરનારા ખેડૂતોને ઉત્પાદન બાદ યોગ્ય ભાવ પણ મળી રહે.

(12:00 am IST)