Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

બીજેપીનો માસ્ટર સ્ટ્રોક : રામલલ્લાની સેવામાં દલિત પુજારી અને રસોયાની કરાશે નિમણૂંક

લોકસભા ચૂંટણી ૨૦૨૪ પહેલા સોશ્યલ એન્જીનિયરીંગની તૈયારીમાં

નવી દિલ્હી તા. : લોકસભા ચૂંટણી ૨૦૨૪ની  તૈયારીમાં લાગેલી બીજેપી સોશિયલ એંજિનિયરિંગ અંગે માસ્ટરસ્ટ્રોક લગાવાની તૈયારીમાં છે. સૂત્રોના જણાવ્યા મુજબ,ચોંકાવનારા નિર્ણય કરવામાં માહિર બીજેપી દેશમાં દલિત મતોને લુભાવવા માટે અયોધ્યાના રામલલા મંદિરમાં દલિત પૂજારી તેમજ રસોઈયાની નિયુકિત કરશે. જોકે ઉચ્ચસ્તર પર તેની આધિકારિક પુષ્ટિ કરવામાં આવી નથી. પરંતુ અયોધ્યામાં મઢો અને મંદિરોમાં અંગે ચર્ચા ચાલી રહી છે. જાતિ વ્યવસ્થા અંગે સંઘ પ્રમુખ મોહન ભાગવતના હાલના નિવેદનથી ચર્ચાએ વેગ પકડ્યો છે.   વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી જાતિ વ્યવસ્થા વિષે તેમના મંતવ્ય રાખે છે. હાલના દિવસોમાં રામચરિતમાનસ, દલિત અને જારી અંગે સમાજ તેમજ રાજકારણમાં ગરમાવો મહેસુસ કરવાં આવી રહ્યો છે. જાણકારી મુજબ, કેન્દ્ર સરકાર મિસાલ રજૂ કરવા માટે દલિત રસોઈયા તેમજ પૂજારીની નિયુકિત કરશે. ચર્ચા પણ છે કે જાન્યુઆરી ૨૦૨૪ના રોજ જયારે મોદી અયોધ્યા આવશે તે દિવસે મંદિરના પૂજારી તેમજ રામ રસોઈને રસોઈયા તરીકે દલિતની નિયુકિતની વાત થશે.

અયોધ્યાના અનેક સંતો અંગે સાર્વજનિક રૃપથી તો કઈ બોલી રહ્યા નથી પરંતુ વ્યકિતગત રીતે  વાતચીતમા વાત અંગે તેમની નારાજગી વ્યકત કરી રહ્યા છે.

 આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે મૂંબઈમાં જાતિ વ્યવસ્થા અંગે આપેલા નિવેદનથી રામમંદિરમાં દલિત રસોઇયા અને પૂજારી રાખવાની વાતને જોર મળ્યું છે. મોહન ભાગવતે કહ્યું હતું કે ભગવાન માટે બધા સરખા છે. જાતિઓ બ્રાહ્મણે બનાવી છે જે અયોગ્ય છે.

(11:24 am IST)