Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

રેપો રેટમાં વધારો : લોન મોંઘી થશે : વધશે EMI

રિઝર્વ બેંકે સતત છઠ્ઠી વખત રેપો રેટ વધાર્યો : નવો દર ૬.૨૫ ટકાથી વધીને ૬.૫૦% : ૨૦૨૩-૨૪માં ફુગાવો ૪% ઉપર રહે તેવુ અનુમાન : વાસ્તવિક જીડીપી ગ્રોથ ૬.૪% રહેશે : શશીકાંત દાસ

નવી દિલ્હી, તા.: RBI તેની નવી નાણાકીય નીતિ જાહેર કરી છે. એમપીસીએ તેની બેઠકમાં ફરી એકવાર તેના દરો વધારવાનો નિર્ણય લીધો છે. રેપો રેટમાં ૨૫ બેસિસ પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો છે. RBI ગવર્નર શકિતકાંત દાસે આજે વધેલા દરોની જાહેરાત કરી હતી. રેપો રેટ વધતા લોન મોંઘી થશે અને હપ્તા વધશે. મે પછી રેપોરેટ .૫૦ ટકા વધ્યા છે. મે પહેલા % હતો રેપોરેટ

ડિસેમ્બર ૨૦૨૨ માં ભારતનો છૂટક ફુગાવો ઘટીને .૭૨% થયો હતો, પરંતુ હજુ પણ આરબીઆઈના ઇચ્છિત સ્તરથી ઉપર છે. સરકારી ડેટા સૂચવે છે કે તાજેતરના આંકડાઓ અગાઉના મહિનાની સરખામણીએ છૂટક ફુગાવામાં નજીવો ઘટાડો અને વધુ મધ્યસ્થતા દર્શાવે છે.

વલણને ધ્યાનમાં રાખીને ફુગાવાને અંકુશમાં લેવા માટે વ્યાજદરમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. MPC સમીક્ષા બેઠકમાં રેપો રેટમાં વધારો કર્યો છે.

મોનેટરી પોલિસી કમિટીએ બેઠકમાં લિકિવડિટી એડજસ્ટમેન્ટ ફેસિલિટી (LAF) હેઠળ રેપો રેટમાં ૨૫ બેસિસ પોઈન્ટનો વધારો કરીને .૫૦ ટકા કરવાનો નિર્ણય લીધો છે. આજનો વધારો છેલ્લા સાત મહિનામાં RBI દ્વારા વ્યાજદરમાં કરવામાં આવેલ છઠ્ઠો વધારો છે. સેન્ટ્રલ બેંકે મે મહિનામાં .૪૦ ટકા, જૂન, ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં .૫૦-.૫૦-.૫૦ ટકાના દરમાં વધારો કર્યો હતો. ડિસેમ્બરમાં દરોમાં .૩૫ ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. નવો રેપો રેટ દર હવે .૨૫ ટકાથી વધીને .૫૦ થયો છે.

રીઝર્વ બેંકના ગવર્નરે જણાવ્યુ હતુ કે ૨૦૨૩-૨૪માં ફુગાવાનો દર % ઉપર રહેશે. તેમણે ૨૦૨૪ માટે વાસ્તવિક જીડીપીનો દર . રહેશે તેવુ અનુમાન વ્યકત કર્યુ હતુ.

તેમણે કહ્યું હતુ કે ૨૦૨૩માં ફુગાવો . ટકા રહેશે. ૨૦૨૪માં તે . ટકા રહેશે.

 

(11:23 am IST)