Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

ધાર્મિક લઘુમતીઓ માટે વિશ્વમાં ભારત સૌથી શ્રેષ્ઠ

સીપીએ રીપોર્ટમાં ખુલાસો : ૧૧૦ દેશોની યાદીમાં ભારત ટોપ પર : માલદીવ - અફઘાનિસ્તાન સૌથી નીચે

કેનબરા તા. : ધાર્મિક અલ્પસંખ્યકો માટે ભારત વિશ્વમાં સૌથી શ્રેષ્ઠ દેશ છે. વૈશ્વિક અલ્પસંખ્યકો પીઆર સેન્ટર ફોર પોલિસી એનાલિસીસના રિસર્ચ રિપોર્ટથી તેનો ખુલાસો થયો છે. ૧૦ લાખથી વધુ વસ્તી ધરાવતા ૧૧૦ દેશોની લીસ્ટમાં ભારતે નંબર એક પર જગ્યા બનાવી છે. ભારતે ફકત અમેરિકા અને બ્રિટેન જો કે મુસ્લિમ બાહુલય દેશ સંયુકત અરબ અમીરાત અફઘાનિસ્તાન વગેરેને પાછળ છોડી દીધો છે.

  રિપોર્ટમાં કહેવામા આવ્યું છે કે ભારતમાં કોઈ પણ ધાર્મિક સમુદાય પર કોઈ પ્રતિબંધ નથી. તેના વિપરીત પાકિસ્તાન જેવા દેશોમાં ધાર્મિક અલ્પસંખ્યકો પર  અનેક પ્રકારના પ્ર્તિબંધ લગાવામાં આવે છે. સીપીએની રિપોર્ટના મુજબ, ભારતમાં દરેક ધર્મો પ્રત્યે સમ્માન અને એક-બીજા સંપ્રદાયો વિરૂધ્ધ ભેદભાવના કારણે દેશ સંયુકત રાષ્ટ્રની અલ્પસંખ્યક નીતિ માટે આદર્શ મોડલ હશેતે તેનો ઉપયોગ બીજા દેશોમાં કરશે. રિસર્ચ મુજબ, ભારતની અલ્પસંખ્યક નીતિ એવા દ્ર્સ્ટિકોણ પર આધારિત છે જે વિવિધતા વધારવા પર જોર આપે છે. સંવિધાનમાં ધાર્મિક અલ્પસંખ્યકોને પ્રોત્સાહન આપવા માટે કોઈ સ્પષ્ટ જોગવાઈ નથી.

રિપોર્ટમાં પણ કહેવામા આવ્યું છે કે ભારતની અલ્પસંખ્યક નીતિઓ પર ધ્યાન દોરીને કહ્યું કે તેના સમયાંતરે સમીક્ષા અને તપાસની રૂરિયાત વ્યકત કરવામાં આવી છે.

સીપીએના રિસર્ચ રિપોર્ટ ઓસ્ટ્રેલીયા ટુડેમાં પ્રકાશિત થયેલી છે. રિપોર્ટના જણાવ્યા મુજબ, અલ્પસંખ્યકોના જીવનમાં સુધાર લાવવા માટે ભારત દ્વારા બનાવામાં આવેલી નીતિઓના કારણે દેશમાં અલ્પસંખ્યકોની સ્થિતિ યોગ્ય થતી  જોવા મળી રહી છે.

(11:37 am IST)