Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

૨૦૨૪માં શું ચાલશે રાહુલનો અદાણી દાવ ?

૩ મહિનાની ૨૦૧૯માં ‘રાફેલ'ની પીપૂડીનું સૂરસૂરીયુ થઇ ગયુ હતુ : ગઇકાલે લોકસભામાં ઉગ્ર પ્રવચન આપી સ્‍પષ્‍ટ કરી દીધુ છે કે ૨૦૨૪માં અદાણીનો મુદ્દો મોટો મુદ્દો બનશે

નવી દિલ્‍હી તા. ૮ : કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્‍યક્ષ રાહુલ ગાંધીએ ગૃહમાં ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પર ઉગ્ર ચર્ચા શરૂ કરી અને તેના પર લાંબા સમય સુધી બોલ્‍યા. તેમણે સ્‍પષ્ટ કર્યું છે કે ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં આ એક મોટો મુદ્દો બનવા જઈ રહ્યો છે. જો કે, આ પહેલીવાર નથી કે જયારે કોંગ્રેસે લોકસભાની ચૂંટણી પહેલા ભ્રષ્ટાચારના મુદ્દે ભારતીય જનતા પાર્ટીની સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હોય. ૨૦૧૯માં પણ પાર્ટીએ કથિત રાફેલ કૌભાંડનો મુદ્દો ઉઠાવ્‍યો હતો, પરંતુ ચૂંટણી પરિણામોમાં ભાજપને મોટી જીત મળી હતી.

જો કે આ વખતે પણ કોંગ્રેસના માર્ગમાં અનેક અવરોધો છે. ભાજપ સરકાર સામે આ મુદ્દાને મોટો બનાવવો આસાન નહીં હોય. કોંગ્રેસ શાસિત રાજયો અને અન્‍ય ઘણી પાર્ટીઓ પણ અદાણી જૂથ સાથે વ્‍યવસાયમાં સંકળાયેલી છે. હવે એવા અહેવાલ છે કે ભાજપ આ અંગે કોંગ્રેસને ઘેરવાની તૈયારી કરી રહ્યું છે અને તેને રાજસ્‍થાન અને છત્તીસગઢમાં અદાણી જૂથ સાથેના સંબંધો તોડવા માટે પડકાર ફેંકશે.

સૌથી પહેલા તો સમજી લો કે ૨૦૧૯માં મધ્‍યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્‍થાન જેવા મોટા રાજયો ચૂંટણીના તબક્કામાંથી પસાર થવા માટે તૈયાર હતા. નવેમ્‍બર ૨૦૧૮ માં, રાહુલે કથિત રાફેલ કૌભાંડનો મુદ્દો ઉઠાવવા માટે ‘ચોકીદાર ચોર હૈ' સૂત્ર આપ્‍યું હતું. જો કે, રાજસ્‍થાન અને છત્તીસગઢમાં પાર્ટીને ચૂંટણીમાં જીત મળી હતી, પરંતુ ૨૦૧૯જ્રાક્રત્‍ન દાવ નિષ્‍ફળ જતો હતો.

અહીં ભાજપે ‘મૈં ભી ચોકીદાર' ના મુદ્દે રાહુલને ઘેરી લેવાનું શરૂ કર્યું. તે જ સમયે, સુપ્રીમ કોર્ટે વર્ષ ૨૦૨૧ માં વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના નેતૃત્‍વવાળી સરકારને પણ ક્‍લીનચીટ આપી હતી.

 આ વખતે પણ લગભગ ૯ રાજયોની વિધાનસભાની ચૂંટણીઓ પસાર થવાની છે અને કોંગ્રેસે ઉદ્યોગપતિને લગતા અહેવાલને લઈને અવાજ ઉઠાવ્‍યો છે. ગૃહમાં રાહુલે ૨૦૧૪ પછી અદાણી જૂથના વિકાસ અને ગુજરાત સાથેના તેના સંબંધ વિશે વાત કરી.

મામલો ૨૦૧૪ની ચૂંટણી પહેલાનો છે. ત્‍યારે ભાજપે ૨જી અને કોલગેટ જેવા કૌભાંડોની તપાસની માંગ ગૃહમાં ઉઠાવી હતી. તેવી જ રીતે અદાણી કેસની પણ સંસદીય સમિતિ દ્વારા તપાસ કરાવવાની માંગ કરવામાં આવી છે. જો કે, ભાજપનું કહેવું છે કે આ મામલો કોઈ પણ રીતે સરકાર કે જાહેર ક્ષેત્ર સાથે જોડાયેલો નથી. કોંગ્રેસ શાસિત રાજયો અદાણી સાથે કારોબાર કરી રહ્યા હોવાનો મુદ્દો પણ ઉઠાવવામાં આવી રહ્યો છે. થોડા સમય પહેલા રાજસ્‍થાનના મુખ્‍યમંત્રી અશોક ગેહલોત ઉદ્યોગપતિ ગૌતમ અદાણી સાથે સ્‍ટેજ શેર કરતા જોવા મળ્‍યા હતા.

 

(10:36 am IST)