Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

પેરુના દક્ષિણમાં આવેલા અરેક્વિપા વિસ્તારમાં ભારે વરસાદ બાદ ભૂસ્ખલન: 8 લોકોના મોત

કામના પ્રાંતમાં સ્થિત સેકોચા શહેરની નજીક ભૂસ્ખલન થતાં અન્ય પાંચ લોકો ગુમ

પેરુના દક્ષિણમાં આવેલા અરેક્વિપા વિસ્તારમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થતાં ઓછામાં ઓછા આઠ લોકોના મોત નીપજ્યાં હોવાની વિગતો સામે આવી છે. રાષ્ટ્રીય ઈમરજન્સી સર્વિસ દ્વારા આ જાણકારી આપવામાં આવી છે.

  અધિકારીઓએ જણાવ્યું હતું કે કામના પ્રાંતમાં સ્થિત સેકોચા શહેરની નજીક ભૂસ્ખલન થતાં અન્ય પાંચ લોકો ગુમ થયા છે. નોંધનીય છે કે આ વિસ્તારોમાં ગયા અઠવાડિયાથી ભારે વરસાદ પડી રહ્યું છે. પેરુના રાષ્ટ્રીય કટોકટી કેન્દ્ર COENએ જણાવ્યું હતું કે શોધ અને બચાવ કાર્ય હજી જારી છે.  સંરક્ષણ મંત્રાલયે ટ્વીટર પર જણાવ્યું કે તેઓ હેલિકોપ્ટરના માધ્યમથી બચાવ કાર્ય ચલાવી રહ્યાં છે.

   
(1:04 am IST)