Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

ઉત્તરાખંડ દૂર્ઘટના : ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યું - અમે તંત્ર સાથે લોકોને દરેક શક્ય મદદ કરીશું

ચમોલી જિલ્લાની ઋષિગંગા ખીણમાં ગ્લેશિયરતૂટી જવાને કારણે અલકનંદા અને તેની સહાયક નદીઓમાં અચાનક પૂર આવ્યા

ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ગ્લેશિયર તૂટી જવાથી સર્જાયેલા વિનાશ અંગે ખેડૂત નેતા રાકેશ ટીકૈતે પ્રતિક્રિયા આપી છે. તેમણે તમામ શક્ય મદદ કરવાનું જણાવ્યું છે. હરિયાણાના ચરખી દાદરીમાં ભારતીય કિસાન સંઘના નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે અમે તંત્ર સાથે લોકોને દરેક શક્ય મદદ કરીશું.

ખેડૂત નેતા રાકેશ ટીકૈતે કહ્યું કે ચમોલીમાં ગ્લેશિયર તૂટી જવાથી રિપોર્ટ અનુસાર, ત્યાં 50-60 લોકો માર્યા ગયાની આશંકા છે. પાણી ખૂબ પ્રવાહમાં આવી રહ્યું છે, રાકેશ ટીકૈતે કહ્યું કે 70 દિવસથી વધુ સમયથી કૃષિ કાયદાઓ વિરુદ્ધ અમે આંદોલન કરી રહ્યા છે. હજારો ખેડૂત પણ તેમની સાથે દિલ્હીની વિવિધ સરહદો પર જોડાયા છે. ખેડુતોની માગ છે કે કૃષિ કાયદાને પાછો ખેંચી લો અને એમએસપી પર કાયદો ઘડવો.

 અત્રે ઉલ્લેખનીય છે, રવિવારે ઉત્તરાખંડના ચમોલી જિલ્લાની ઋષિગંગા ખીણમાં ગ્લેશિયરતૂટી જવાને કારણે અલકનંદા અને તેની સહાયક નદીઓમાં અચાનક પૂર આવ્યા બાદ ગરવાલ ક્ષેત્રમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. રાજ્યના એનડીઆરએફના ડીઆઈજી રિદ્ધિમ અગ્રવાલે કહ્યું હતું કે, ઋષિગંગા ઉર્જા પ્રોજેક્ટમાં કામ કરતાં 150 થી વધુ કામદારો આ કૂદરતી આફતથી સીધા અસરગ્રસ્ત છે.

(12:00 am IST)