Gujarati News

Gujarati News

News of Saturday, 8th February 2020

બિહાર વિધાનસભા ચૂંટણીઓની તૈયારીઓ : ચિરાગ પાસવાન બેધડક બોલ્યા ભાજપાની ટિકીટ જોઇએ તો રપ હજાર સભ્યો બનાવો

            પાના બિહાર વિધાનસભા ચૂંટણીઓની તૈયારીઓ જોરશોર પર છે લોક જનશકિત પાર્ટીના સંસદીય દળના અધ્યક્ષ ચિરાગ પાસવાનએ બિહાર યાત્રા પર નીકળવાની ઘોષણા કરી છે. આની સાથે   ચિરાગએ ટિકી માટે ચકકર લગાવનારા દાવેદારોને પણ બેધડક  જવાબ આપી દીધો એમણે કહ્યું કે જો કોઇને લોજપાની ટીકીટ જોઇતી હોય તો ફકત એનેજ મળશે જે પાર્ટી સંગઠન બનાવવા સાથે રપ હજાર સભ્ય પણ બનાવે, જે  કસોટી પર ખરા ઉતરશે એમને લોજપાની પ્રદેશ સંસદીય કમીટી કેન્દ્રીય કમિટીને મોકલશે.

            ચિરાગ પાસવાન ઉમેદવારો અને પાર્ટીની તાકાત તપાસ માટે ર૧ ફેબ્રુઆરીથી યાત્રા પર નીકળશે. બિહારમા પાર્ટીની હાલત કેવી છે જાણવાનો  યાત્રાનો હેતુ છે. યાત્રાનું નામ ફર્સ્ટ બિહાર રાખવામાં આવ્યુ છે. ગાંધી મેદાનમાં આયોજીત રેલીનું પણ આજ નામ રાખવામાં આવ્યુ છે. રેલી ૧૪ એપ્રિલના થશે. ગાંધી મેદાનમા થનાર રેલીમાં પાર્ટીનું ચૂંટણી ઘોષણા પત્ર જાહેર કરવામાં આવશે.

(11:13 pm IST)