Gujarati News

Gujarati News

News of Saturday, 8th February 2020

દિલ્હીમાં કેજરીવાલ સપાટો બોલાવશે જ : એક્ઝિટ પોલ

મોટાભાગના એક્ઝિટ પોલમાં એએપીને બહુમતિ : ભારતીય જનતા પાર્ટીની સ્થિતિમાં સુધાર પરંતુ બહુમતિના આંકડાથી ખુબ દૂર રહેશે : કોંગ્રેસની ફરી એકવખત દુર્દશા

નવીદિલ્હી, તા. ૮ : દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે શાંતિપૂર્ણ મતદાન થયા બાદ આજે મોડી સાંજે એક્ઝિટ પોલના તારણ જારી કરવામાં આવ્યા હતા. મોટાભાગના એક્ઝિટ પોલમાં આમ આદમી પાર્ટીને પ્રચંડ બહુમતિ દર્શાવવામાં આવી રહી છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં આમ આદમી પાર્ટી ફરી એકવાર દિલ્હીમાં સરકાર બનાવવા જઈ રહી છે. મોટાભાગના એક્ઝિટ પોલમાં આમ આદમી પાર્ટીને ૫૫થી પણ વધારે સીટો આપવામાં આવી રહી છે. બીજી બાજુ છેલ્લી ચૂંટણીની સરખામણીમાં ભાજપના દેખાવમાં ચોક્કસપણે સુધારો થઇ રહ્યો છે પરંતુ બહુમતિના આંકડાથી તે ખુબ જ દૂર છે. આ વખતે પણ ચૂંટણીમાં કોંગ્રેસની હાલત સૌથી ખરાબ થનાર છે. કોંગ્રેસ પાર્ટીને એક અથવા બે સીટો જ મળી શકે છે. ટાઈમ્સ નાઉના એક્ઝિટ પોલમાં જણાવવામાં આવ્યું છે કે, એએપીને ૪૪થી વધુ સીટો મળી શકે છે જ્યારે ભાજપને ૨૬ સીટો મળી શકે છે. તેના પોલ મુજબ કોંગ્રેસનું ખાતુ ખોલાશે નહીં જ્યારે ઇન્ડિયા ટુડે એક્સિસ માય ઇન્ડિયાના એક્ઝિટ પોલમાં આમ આદમી પાર્ટીને છેલ્લી ચૂંટણી કરતા પણ વધારે સારી સીટો મળવાના અંદાજ દર્શાવવામાં આવ્યો છે.

               આમ આદમી પાર્ટીને દિલ્હીમાં ૭૦ પૈકી ૫૯થી ૬૮ સીટો મળી શકે છે. કોંગ્રેસ અને ભાજપનો સફાયો થઇ શકે છે. ૨૦૧૫ વિધાનસભાની ચૂંટણીમાં આમ  આદમી પાર્ટીને ૬૭ સીટો મળી હતી. ન્યુઝ એક્સ નેતાના એક્ઝિટ પોલમાં પણ આમ આદમી પાર્ટીને ૭૦ પૈકી ૫૫ સીટો મળી શકે છે. ન્યુઝ એક્સના સર્વેમાં ભાજપને ૧૪ સીટો મળવાનો અંદાજ મુકવામાં આવ્યો છે. કોંગ્રેસના ખાતામાં એક સીટ જઈ શકે છે. એબીપી ન્યુઝ સી વોટરમાં પણ આમ આદમી પાર્ટીનો દબદબો દેખાઈ રહ્યો છે. મોટાભાગના એક્ઝિટ પોલમાં કેજરીવાલનું પ્રભુત્વ દેખાઈ રહ્યું છે.

         ભારતીય જનતા પાર્ટીએ તમામ તાકાત લગાવી હોવા છતાં તેની સ્થિતિ નબળી દેખાઈ રહી છે. આનો મતલબ એ થયો કે દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ચૂંટણી ઢંઢેરાની સીધી અસર થઇ છે. દેશના મોટાભાગના રાજ્યોમાં સૌથી અમીર લોકોમાં ગણતરી દિલ્હીના લોકોની થઇ રહી હોવા છતાં મોટાભાગે મફતમાં ચીજવસ્તુઓ મેળવવાની દિલ્હીના લોકોની ઇચ્છા સ્પષ્ટપણે દેખાઈ રહી છે. એએપી દ્વારા પોતાના ઘોષણાપત્રમાં અનેક લોકલક્ષી વચનો યથાવતરીતે આપ્યા હતા જેમાં વિજળીનો સમાવેશ થાય છે. દિલ્હીના લોકો ઉપર રાષ્ટ્રીય મુદ્દાઓની કોઇ અસર નહીં થઇ હોવાનું એક્ઝિટ પોલના તારણથી જોઈ શકાય છે. સીએએ, કલમ ૩૭૦ જેવા મુદ્દાઓની અસર થઇ રહી નથી.

એક્ઝિટ પોલ શું કહે છે.....

ભાજપને ફટકો : કોંગ્રેસનો સફાયો થશે

નવીદિલ્હી, તા. ૮ : દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે શાંતિપૂર્ણ મતદાન થયા બાદ આજે મોડી સાંજે એક્ઝિટ પોલના તારણ જારી કરવામાં આવ્યા હતા. મોટાભાગના એક્ઝિટ પોલમાં આમ આદમી પાર્ટીને પ્રચંડ બહુમતિ દર્શાવવામાં આવી રહી છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં આમ આદમી પાર્ટી ફરી એકવાર દિલ્હીમાં સરકાર બનાવવા જઈ રહી છે. એએપીને મોટાભાગના એક્ઝિટ પોલમાં જીત આપવામાં આવી રહી છે.

 તમામ ચેનલ

 એએપી

 ભાજપ

 કોંગ્રેસ

 ટાઈમ્સનાઉ

 ૪૪

 ૨૬

 ૦૦

 ઇન્ડિયા ટુડે એક્સિસ

 ૫૯-૬૮

 ૨-૧૧

 ૦૦

 ન્યુઝ એક્સ નેતા

 ૫૫

 ૧૪

 ૦૧

 જન કી બાત

 ૫૫

 ૧૫

 ૦૦

 ઇન્ડિયા ન્યુઝ નેશન

 ૫૫

 ૧૪

 ૦૧

 સુદર્શન ન્યુઝ

 ૪૨

 ૨૬

 ૦૨

 એબીપી-સીવોટર

 ૫૬

 ૧૨

 ૦૨

 ઇન્ડિયા ટીવી

 ૪૪

 ૨૬

 ૦૦

 ન્યુઝ એક્સ પોલ

 ૫૬

 ૧૪

 ૦૦

(9:34 pm IST)