Gujarati News

Gujarati News

News of Saturday, 8th February 2020

દિલ્હીમાં ૨૦૧૫માં AAPને ૬૭ બેઠકો મળી હતી : રિપોર્ટ

અરવિંદ કેજરીવાલનો જાદુ અકબંધ રહે તેવા સ્પષ્ટ સંકેતો : વર્ષ ૨૦૧૫માં કોંગ્રેસ અને ભાજપનો સફાયો થયો હતો

નવી દિલ્હી, તા. ૮ : દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે આજે શાંતિપૂર્ણ માહોલમાં મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઇ હતી. ૨૦૧૫ની સરખામણીમાં ઓછું મતદાન થતાં તર્કવિતર્કોનો દોર શરૂ થયો છે. દિલ્હી ચૂંટણીમાં તમામ લોકો માની રહ્યા હતા કે, વધારે પ્રમાણમાં મતદાન થશે પરંતુ મતદાનની ટકાવારી ઓછી રહી હતી. ૨૦૧૫ની ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં આમ આદમી પાર્ટીએ જોરદાર સપાટો બોલાવીને જીત મેળવી હતી. આ પાર્ટીએ ૬૭ સીટો જીતી હતી જ્યારે કોંગ્રેસ પાર્ટીનો સંપૂર્ણ સફાયો થયો હતો. કોંગ્રેસને એક પણ સીટ મળી ન હતી જ્યારે ભારતીય જનતા પાર્ટીને માત્ર ત્રણ સીટથી સંતોષ માનવાની ફરજ પડી હતી. હાલમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ તમામ સાતેય સીટો જીતી લીધી હતી.

        સતત બ લોકસભા ચૂંટણીમાં લોકોએ ભાજપને તમામ સાતેય સીટો આપી હતી પરંતુ વિધાનસભામાં મતદારો એએપીની તરફેણમાં રહ્યા છે જે સાબિતી આપે છે કે, દિલ્હીમાં એએપીનું શાસન લોકો ઇચ્છે છે જ્યારે વડાપ્રધાન તરીકે દિલ્હીના લોકો નરેન્દ્ર મોદીને જોવા ઇચ્છુક છે. આ વખતે પણ આવી જ સ્થિતિ સર્જાઈ રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. દિલ્હી વિધાનસભાની ચૂંટણી પર દેશભરની નજર કેન્દ્રિત થઇ ગઇ છે. કારણ કે અહીંની ચૂંટણી ભારતીય જનતા પાર્ટી માટે પણ સૌથી પ્રતિષ્ઠિત બની ગઈ છે. આજ કારણસર દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીએ તમામ તાકાત લગાવી હતી. અમિત શાહ, જેપી નડ્ડા, યોગી આદિત્યનાથ દ્વારા અવિરત ચૂંટણી પ્રચાર કરીને માહોલને ભાજપ તરફી કરવાના પ્રયાસો કર્યા હતા. જો કે, એએપી તરફથી અરવિંદ કેજરીવાલે પણ સ્થાનિક મુદ્દાઓના આધાર પર મતદારોમાં પોતાની છાપ વિકાસ લીડર તરીકે જાળવી રાખી છે.

છેલ્લી ચૂંટણી પરિણામ

વિધાનસભાની કુલ સીટો.................................. ૭૦

પરિણામ જાહેર................................................ ૭૦

એએપીને મળેલી સીટો..................................... ૬૭

ભાજપને મળેલી સીટો...................................... ૦૩

કોંગ્રેસને મળેલી સીટો....................................... ૦૦

એએપીને મતહિસ્સેદારી............................. ૫૪.૦૩

ભાજપને મતહિસ્સેદારી................................. ૩૨.૩

કોંગ્રેસને મતહિસ્સેદારી.................................... ૯.૭

(7:43 pm IST)
  • અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટમાં 1 દલિત અને 8 પંડિતો પરંતુ ઓબીસીને સ્થાન નહીં : આંદોલનના પ્રથમ હરોળના નેતાઓ કલ્યાણ સિંહ ,વિનય કટિયાર ,ઉમા ભારતી ઓબીસી હતા : કલ્યાણ સિંહ અને ઉમા ભારતીએ ટ્રસ્ટમાં ઓબીસીને પ્રતિનિધિત્વ આપવા માંગણી કરી access_time 7:32 pm IST

  • શંકરાચાર્ય મહારાજ સ્વરૂપાનંદજીએ કહ્યું કે આરએસએસ-વિશ્વ હિન્દૂ પરિષદ સનાતન ધર્મને બગાડવાનું કાર્ય કરી રહ્યાં છે,તેમણે કહ્યું કે રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટમાં સરકારી વ્યક્તિ સામેલ છે જે મંદિર બનાવી શકે નહીં,ભગવાન શિવે જે સ્વરૂપના દર્શન કર્યા હતા તે રામલલાની પ્રતિમા સ્થાપિત કરવી જોઈએ access_time 11:22 pm IST

  • " નોવેલ કોરોના વાઇરસ નિમોનિયા " :સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના વાઇરસને ચીને આપ્યું નવું નામ access_time 7:54 pm IST