Gujarati News

Gujarati News

News of Saturday, 8th February 2020

પંજાબના મોહાલીમાં ત્રણ માળની ઈમારત ધરાશયી : અનેક લોકો કાટમાળમાં દબાયા: બે લોકોને બચાવાયા

ખરડ-લાંદરા માર્ગ પર આ ઈમારતનો પાયામાં ખોદકામ વેળાએ દુર્ઘટના

પંજાબના મોહાલી જિલ્લામાં ત્રણ માળની ઈમારત ધરાશયી થવાથી અનેક લોકો કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા છે. પોલીસે જણાવ્યું કે, ખરડ-લાંદરા માર્ગ પર આ ઈમારતનો પાયામાં ખોદકામ ચાલી રહ્યું હતું ત્યારે આ દુર્ઘટની ઘટી. કાટમાળમાં ફસાયેલા લોકોને બચાવવાની કામગીરી ચાલી રહી છે.

પોલીસ મુજબ NDRFની ટીમ ઘટનાસ્થળે બોલાવવામાં આવી છે. મોહાલી SDM હિમાંશુ જૈને જણાવ્યું કે, અત્યાર સુધી બે લોકોને બચાવવામાં આવ્યા છે. કુલ 6-7 લોકો કાટમાળમાં દબાયા હોવાની આશંકા છે. NDRF અને સહયોગી સ્ટોક સર્ચ અને રેસ્ક્યૂ ઓપરેશનમાં લાગેલા છે.

(7:10 pm IST)