Gujarati News

Gujarati News

News of Saturday, 8th February 2020

કારોની લાઇન ,પ્રાઇવેટ જેટ હોવા છતા હું દેવાળીયોઃ અનિલ અંબાણીએ કોર્ટમાં જાહેર કર્યુ

લંડન તા.૮:ફેબ્રુઆરીઃ કયારેક અબજોપતિઓના લીસ્ટમાં છઠ્ઠા નંબર પર હતા. આજે તે કંગાળ થઇ ગયા છે. તેમણે બ્રિટનની એક કોર્ટમાં કહ્યુ કે તેમની નેટવર્થ ઝીરો છે અને તે દેવાળીયા થઇ ચૂકયા છે ચીનની બેંકોના ૬૮ કરોડ ડોલર (૪૭૬૦ કરોડ)ની લોનના કેસની સુનાવણી દરમ્યાન અનિલ અંબાણી ના વકિલે કહ્યુ કે એક સમય હતો જ્યારે તેઓ બહુ અમીર ધંધાર્થી હતા. પણ ભારતીય ટેલિકોમ સેકટરમાં મચેલી ઉથલપથલ પછી બધુ બરબાદ થઇ ગયુ અને હવે તેઓ અમીર નથી રહ્યા.

ત્રણ બેંકોએ અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કોમ્યુનિકેશનને ૯૨૫.૨૦ મીલીયન ડોલર (લગભગ૬૪૭૫ કરોડ રૂપિયા)નીલોન આપી હતી. તે વખતે અનિલ અંબાણીએ કહ્યુ હતુ કે તે આ લોનની પર્સનલી ગેરંટી આપે છે, પણ ફેબ્રુઆરી ૨૦૧૭ પછી કંપની લોન ચૂકવવામાં ડીફોલ્ટ થઇ હતી.

કોર્ટમાં બેંકના વકિલોએ કહ્ય કતુ કે અંબાણી પાસે ૧૧ અથવા તેનાથી વધારે લકઝરી કારો, એક પ્રાઇવેટ જેટ, એક યાચ અને દક્ષિણ મુંબઇમાં  એક ખાસ સીવિન્ડ પેન્ટ હાઉસ છે. જજ ડેડિ વોકસમેને સવાલ કર્યો હતો. કે શ્રી અંબાણી એ વાત પર ભાર  મુકી રહ્યા છે કે તે વ્યકિતગતરૂપે નાદાર થઇ ચૂકયા છે. શું તેમણે ભારતમાં નાદારી માટેની અરજી આપી છે અંબાણીના વકીલોની ટીમમાં સામેલ હરીશ સાલ્વેએ તેનો જવાબ ના મા આપ્યો હતો. વકિલે કહ્યુ કે બધુ મળીને હાલત એવી છે કે અનિલ અંબાણી ૬૦ કરોડ ડોલર અદા કરવાની સ્થિતીમાં પણ નથી.

(3:31 pm IST)
  • દિલ્હીમાં 11 વાગ્યા સુધીમાં 8.24 મતદાન : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, કેજરીવાલ , સોનિયા ગાંધી સહિતના દિગ્ગજોએ મતદાન કર્યું: પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ કર્યું વોટિંગ : દિલ્હીની રાજનીતિમાં ભાજપ અને આપ સાથે કોંગ્રેસના અસ્તિત્વથી ત્રિકોણીયો જંગ : સમગ્ર દેશની નજર દિલ્હી વિધાનસભાના પરિણામ પર : access_time 11:51 am IST

  • સીએમ કેજરીવાલનો ટવીટ્ કરી ભાજપ પર પ્રહારઃ મારી હનુમાન ભકિતનો ભાજપ મજાક ઉડાવે છે : ગઇકાલે હું હનુમાનજીના મંદિરે ગયો હતોઃ ભાજપ નેતા કહે છે મારા જવાથી મંદિર અશુધ્ધ થયુઃ આ કેવી રાજનીતી ?: ભગવાન બધાના છેઃ ભગવાન બધાને આર્શીવાદ આપે access_time 3:51 pm IST

  • પૂ. હરિચરણદાસજીબાપુ ઉપર થાપાનું ઓપરેશન પૂર્ણ : ભાવિકોમાં આનંદની લાગણી પ્રસરી : આજરોજ બપોરે વોકહાર્ટ હોસ્પિટલમાં પૂ.હરિચરણદાસજીબાપુ ઉપર થાપાનું સફળ ઓપરેશન થયાનું જાણવા મળે છે. પૂ.ગુરૂદેવની તબિયત સારી હોવાનું જણાવાયુ છે. આ ખબર મળતા ભાવિકોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ છે. access_time 3:51 pm IST