Gujarati News

Gujarati News

News of Saturday, 8th February 2020

ષડયંત્ર રચાયાનો ધડાકો

છોટા શકિલના નિશાના પર અનેક હિન્દુ નેતાઓ

નવી દિલ્હી, તા.૮: અન્ડરવર્લ્ડ ડોન છોટા શકિલ દિલ્હી અને આસપાસના વિસ્તારોના હિન્દુ નેતાઓ પર હુમલાનું કાવતરું ઘડી રહ્યો છે. આ જવાબદારી શકિલને દાઉદ ઈબ્રાહીમે સોંપી છે. નાપાક ષડયંત્રને અંજામ આપવા માટે તે ઉત્તર ભારતમાં પોતાના નેટવર્ક સાથે જોડાયેલા સ્લીપર સેલના સંપર્કમાં છે. આ ગુપ્ત માહિતીના આધાર પર દિલ્હી પોલીસની સ્પેશ્યલ સેલે ગુનો નોંધી તપાસ શત્ન કરી દીધી છે. આ મામલો ગત ૨૭ જાન્યુઆરીએ નોંધાયો છે. સ્પેશ્યલ સેલના સૂત્રોએ જણાવ્યું કે આ મામલો ગુપ્ત ઈનપુટના આધારે નોંધવામાં આવ્યો છે. બાતમીમાં કહેવાયું છે કે છોટા શકિલે પોતાના માણસોને અમુક હિન્દુ નેતાઓને મારવાનો આદેશ આપ્યો છે. આ માહિતીના આધાર પર સ્પેશ્યલ સેલની ટીમ અમુક શંકાસ્પદ લોકોની તપાસ કરવામાં લાગી ગઈ છે.

તેમની ગતિવિધિઓ પર બાજનજર રાખવામાં આવી રહી છે. ગુપ્ત માહિતીમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે બદમાશોને અતિ આધુનિક હથિયાર આપવામાં આવ્યા છે. આ માટે છોડા શકિલના નેટવર્ક સાથે જોડાયેલા બદમાશોને ફન્ડીંગ કરવામાં આવ્યું છે. જો કે આ ફ્ન્ડીંગ કયાંથી થયું, કોણે કર્યું તેની તપાસ ચાલી રહી છે. સ્પેશ્યલ સેલ ટેકધીકલ સર્વેલન્સ દ્વારા આ માહિતી અને અન્ડરવર્લ્ડ પર નજર રાખી રહ્યું છે.

(3:31 pm IST)