Gujarati News

Gujarati News

News of Saturday, 8th February 2020

દિલ્હી ચૂંટણીઃ૧૧૦ વર્ષના કાલિતારા મંડલ અને ૧૦૭ વર્ષના વૃદ્ઘે પણ મતદાન કર્યુ

૧૯૦૮માં અવિભાજીત ભારતમાં જન્મેલા મંડલ બે વખત દેશના ભાગલના સાક્ષી રહ્યા છે

નવી દિલ્હી, તા.૮: દક્ષિણી દિલ્હીના ચિતરંજન પાર્કમાં ૧૧૦ વર્ષની એક મહિલાએ મતાધિકારનો ઉપયોગ કર્યો છે. મહિલાનું નામ કાલિતારા મંડલ છે. મહિલાએ મતદાન કર્યા બાદ જણાવ્યું કે જયારથી તેમને મતદારકાર્ડ મળ્યું છે ત્યારથી તેમણે દરેક ચૂંટણીમાં મતદાન કર્યું છે.

દિલ્હીના આ સૌથી વયોવૃદ્ઘ મતદારનો જન્મ બાંગ્લાદેશમાં થયો છે. ૧૯૦૮માં અવિભકત ભારતમાં જન્મેલા મંડલે દેશના બે વખત થયેલા ભાગલાના સાક્ષી રહ્યા છે. ભારતમાં જ તેઓ બે વખત તેમના પરિવાર સાથે શરણાર્થીની જેમ જીવ્યા છે. છેવટે રાજધાની દિલ્હીમાં ઠરીઠામ થયા હતા.

૧૧૦ વર્ષની આ મહિલાએ પોતાના તમામ દાંત ગુમાવી દીધા છે, પરંતુ ફિશ ખાવાની તેમની ઇચ્છાને અવશ્યપણે રોકી શકતા નથી. કાલિતારા ઉપરાંત સતાયુ વટાવી ચૂકેલા ૧૦૭ વર્ષના એક વૃદ્ઘે પણ દિલ્હીની ચૂંટણીમાં મતદાન કર્યું છે. તેમણે જણાવ્યું કે તેઓ પણ આજ સુધી કયારેય મતદાન કરવાનું ચૂકયા નથી. મતાધિકારનો તેઓ ચોક્કસ પણે ઉપયોગ કરે છે. આમ દિલ્હી ચૂંટણીમાં સદી વટાવેલા મતદારોએ મતદાન કરીને લોકોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાની પણ સલાહ આપતો સંદેશ આપ્યો હતો.

(3:26 pm IST)
  • જામનગરમાં હોટેલમાં રૂમ ભાડે રાખી ચાલતા વેશ્યાવૃતિના નેટવર્ક નો પર્દાફાશ : પોલીસના દરોડામાં એક મહિલા , એક ગ્રાહક અને સંચાલકની ધરપકડ : જો કે મુખ્ય સંચાલક હાજર નહીં મળતા ફરાર જાહેર: સીટી બી-ડિવીઝન PI રાઠોડ સહિતના સ્ટાફે દરોડો પાડ્યો access_time 12:32 am IST

  • સીએમ કેજરીવાલનો ટવીટ્ કરી ભાજપ પર પ્રહારઃ મારી હનુમાન ભકિતનો ભાજપ મજાક ઉડાવે છે : ગઇકાલે હું હનુમાનજીના મંદિરે ગયો હતોઃ ભાજપ નેતા કહે છે મારા જવાથી મંદિર અશુધ્ધ થયુઃ આ કેવી રાજનીતી ?: ભગવાન બધાના છેઃ ભગવાન બધાને આર્શીવાદ આપે access_time 3:51 pm IST

  • મોટું પરિવર્તન આવી રહયું છે !! ; જીએસટી સ્લેબની સમીક્ષા માટે નવેસરથી ચર્ચા શરુ થઇ છે : નાણાં મંત્રાલય 3 સ્લેબનાં જીએસટી સ્ટ્રકચરની દરખાસ્ત કરે તેવી સંભાવના : એપ્રિલ અથવા જુલાઈ પછી જીએસટીનો નવો સ્લેબ અમલમાં આવે તેવી શક્યતા access_time 8:24 pm IST