Gujarati News

Gujarati News

News of Saturday, 8th February 2020

બોલિવુડ અભિનેત્રી તાપસી પન્નૂએ કર્યું પરિવાર સાથે મતદાન : શેર કર્યો ફોટો

શું તમે તમારો મત આપ્યો? હેશટેગ વોટ દિલ્હી, એવરી વોટ કાઉન્ટ્સ

નવી દિલ્હી : દિલ્હીમાં આજે એટલેકે શનિવારે વિધાન સભા માટે મતદાનનો દિવસ છે. જેને લઈને સવારે આઠ વાગ્યાથી મતદાનની પ્રક્રિયા શરૂ થઈ છે. જેને લઈને સવારનાં આઠ કલાકથી મતદાન શરૂ થયુ છે. સામાન્ય માણસની સાથે સાથે બોલિવુડ સેલેબ્સ પણ લોકતંત્રનાં મહા પર્વ પર પોતાનાં નજીકનાં પોલિંગ બૂથ પર પહોંચી રહ્યા છે.

 હાલમાં જ અભિનેત્રી તાપસી પન્નૂએ પોતાના પરિવાર સાથે મતદાન કર્યું છે. સોશિયલ મીડિયા પર તાપસીએ એક ફોટો શેર કર્યે છે, જેમાં તે લખે છે કે પન્નૂ પરિવારે તો પોતાનો મત આપ્યો છે. શું તમે તમારો મત આપ્યો? હેશટેગ વોટ દિલ્હી, એવરી વોટ કાઉન્ટ્સ

(11:52 am IST)